Homerevoinewsઆણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા એક દિવસીય ફિલ્ડ ડેનું આયોજન

આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા એક દિવસીય ફિલ્ડ ડેનું આયોજન

આણંદ, 2 સપ્ટેમ્બર, 2026 – Okra hybrid variety ‘Anand Kranti’ ભીંડાની સંકર જાત ‘આણંદ ક્રાંતિ’ ને લોકપ્રિય બનાવવા તથા ખેડૂતોમાં તેના વ્યાવસાયિક વાવેતર અંગે જાગૃતિ લાવવાના હેતુથી આણંદ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર દ્વારા ભીંડા પાકમાં એક દિવસીય ફિલ્ડ ડેનું આયોજન નાવલી ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કુલ ૪૮ ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં સંશોધન વિજ્ઞાની (શાકભાજી) ડૉ. આર. આર. આચાર્ય દ્વારા ઉપસ્થિત મહાનુભાવો તથા ખેડૂતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે શાકભાજીના ન્યૂટ્રાશ્યૂટિકલનું મહત્ત્વ તથા શાકભાજી પાકોના માર્કેટિંગ અંગેની પદ્ધતિઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

ડૉ. સી. કે. બોરડ, સંશોધન વિજ્ઞાની (કીટકશાસ્ત્ર), દ્વારા શાકભાજી પાકોમાં જોવા મળતી જીવાતો તથા રોગોના સંકલિત વ્યવસ્થાપન માટેની પદ્ધતિઓ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સહ સંશોધન વિજ્ઞાની ડૉ. પી. સી. પટેલ દ્વારા કેન્દ્ર દ્વારા વિકસાવવામાં આવેલી વિવિધ સુધારેલી અને સંકર શાકભાજી પાકોની જાતો અંગે માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમના મુખ્ય અતિથિ ડૉ. મુકેશ પટેલ, નિવૃત્ત પ્રોફેસર (કૃષિ વિસ્તરણ), આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ દ્વારા શાકભાજીના વ્યાવસાયિક ધોરણે વાવેતરનું મહત્ત્વ તથા તેની સાથે સંકળાયેલી વિવિધ ખેતી પદ્ધતિઓ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે ભીંડાની ‘આણંદ ક્રાંતિ’ જાતની વિશેષતાઓ અને તેના વાવેતર અંગે પણ ખેડૂતો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. ઉપરાંત, તેમણે આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ દ્વારા આયોજિત વિવિધ તાલીમ કાર્યક્રમોની વિગતવાર માહિતી આપી હતી. ત્યારબાદ ખેડૂતોને નિદર્શન પ્લોટની મુલાકાત કરાવવામાં આવી હતી. આ દરમિયાન મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્રના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિકો

હિમાની પી. વડોદરિયા અને આકાશ વી. પટેલ દ્વારા ભીંડાના ઉત્પાદન તથા પાક સંરક્ષણને લગતી ખેતી પદ્ધતિઓ અંગે ખેડૂતોને પ્રાયોગિક માહિતી આપવામાં આવી હતી. અંતમાં શ્રી કે. જે. વેકરિયા દ્વારા ઉપસ્થિત ખેડૂતો તથા મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular