નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર 2026: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની વાપસીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી ઈજાઓ અને અનિશ્ચિતતાનો સામનો કરી રહેલા હાર્દિક પંડ્યા આગામી 6 ઓક્ટોબરે ક્રિકેટના મેદાન પર વાપસી કરવા માટે તૈયાર છે. વર્ષ 2018 પછી ટેસ્ટ ક્રિકેટ ન રમનારા હાર્દિકે છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાની જાતને વિશ્વના ટોચના ફાસ્ટ-બૉલિંગ ઓલરાઉન્ડર તરીકે સ્થાપિત કરી છે, જોકે સતત ઈજાગ્રસ્ત રહેવાની તેની સમસ્યા ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે મોટી ચિંતાનો વિષય રહી છે.
ટી-20 વર્લ્ડ કપ બાદ હાર્દિક પંડ્યા આયર્લેન્ડ, ઈંગ્લેન્ડ અને જિમ્બાબ્વેના પ્રવાસમાં રમી શક્યો નહોતો. એટલું જ નહીં, 13 સપ્ટેમ્બરથી શરૂ થતી અફઘાનિસ્તાન સામેની શ્રેણી માટે પણ તેને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી. હવે BCCI દ્વારા ઓસ્ટ્રેલિયા ‘એ’ સામેની આગામી શ્રેણી માટે જાહેર કરાયેલી 15 સભ્યની ‘ઇન્ડિયા-એ’ ની વન-ડે ટીમમાં હાર્દિક પંડ્યાને સામેલ કરવામાં આવ્યો છે, જેના કારણે તેના ચાહકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.
ઓસ્ટ્રેલિયા ‘એ’ ટીમનો ભારત પ્રવાસ આગામી 22 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. પ્રવાસની શરૂઆતમાં બે મલ્ટી-ડે (ફર્સ્ટ-ક્લાસ) મેચો રમાશે, જેમાં હાર્દિક ભાગ લેવાનો નથી. તે સીધો જ વન-ડે શ્રેણીમાં મેદાન પર ઉતરશે, જેની શરૂઆત મંગળવાર, ૬ ઓક્ટોબરથી થશે. જોકે, બોર્ડ સ્પષ્ટ કર્યું છે કે ઓસ્ટ્રેલિયા ‘એ’ સામે તેનું રમવું સંપૂર્ણપણે તેના ફિટનેસ ક્લિયરન્સ પર જ નિર્ભર રહેશે. થોડા દિવસો પહેલા એવી અહેવાલો આવ્યા હતા કે સેન્ટર ઑફ એક્સેલન્સ દ્વારા તેને ફિટનેસ સર્ટિફિકેટ મળવાની નજીક હતું, પરંતુ ટ્રેનિંગ દરમિયાન પગમાં ફરી ઈજા થવાથી અફઘાનિસ્તાન સિરીઝ ગુમાવવી પડી હતી.
-
ભારતીય ટીમનું સુકાન ઋતુરાજ ગાયકવાડના હાથમાં
આગામી વન-ડે સિરીઝ માટે ‘ઇન્ડિયા-એ’ ટીમની કપ્તાની યુવા ઓપનર ઋતુરાજ ગાયકવાડને સોંપવામાં આવી છે, જ્યારે દેવદત્ત પડિકલને ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પડિકલ મલ્ટી-ડે મેચોમાં ટીમનું નેતૃત્વ કરશે.
-
ઇન્ડિયા-એ વિ. ઓસ્ટ્રેલિયા-એ: પૂરું શેડ્યૂલ
22 થી 25 સપ્ટેમ્બર: પ્રથમ મલ્ટી-ડે મેચ
29 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર: બીજી મલ્ટી-ડે મેચ
6 ઓક્ટોબર: પ્રથમ વન-ડે મેચ
9 ઓક્ટોબર: બીજી વન-ડે મેચ
11 ઓક્ટોબર: ત્રીજી વન-ડે મેચ
-
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની ઇન્ડિયા-એ વન-ડે ટીમ
પ્રિયાંશ આર્ય, સાઈ સુદર્શન, દેવદત્ત પડિકલ (ઉપકપ્તાન), ઋતુરાજ ગાયકવાડ (કપ્તાન), રજત પાટીદાર, કુમાર કુશાગ્ર (વિકી), નિશાંત સિંધુ, વિપ્રજ નિગમ, અર્શિન કુલકર્ણી, અરશદ ખાન, નમન ધીર, હાર્દિક પંડ્યા, પ્રભસિમરણ સિંહ (વિકી), ગુરજાપનીત સિંહ અને યશ ઠાકુર.


