Homeગુજરાતીદેશ-વિદેશBRICS સમિટ માટે ભારત આવશે શી જિનપિંગ, ચીને કરી પુષ્ટિ

BRICS સમિટ માટે ભારત આવશે શી જિનપિંગ, ચીને કરી પુષ્ટિ

નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર 2026: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બ્રિક્સ (BRICS) સમિટ માટે શનિવારે ભારત આવશે. સાત વર્ષમાં ભારતની આ તેમની પ્રથમ મુલાકાત હશે. આ મુલાકાત દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળશે. ચીનના વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે.

ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, “ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ નવી દિલ્હીમાં 12 થી 13 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી 18મી બ્રિક્સ (BRICS) સમિટમાં ભાગ લેશે.” અગાઉ, સમાચાર સંસ્થા એએફપી (AFP) સાથે વાત કરતા વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે શી જિનપિંગની મુલાકાત અંગે કોઈ સત્તાવાર માહિતી નથી.

વધુ વાંચો: GST નોંધણીમાં બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત, દિલ્હી હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular