નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર, 2026 – ભારતીય જનતા પાર્ટીએ દેશના તમામ રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશો માટે પ્રભારી અને સહ-પ્રભારીની નિયુક્તિની જાહેરાત કરી છે. ગુજરાતમાં પણ આ સાથે બે સહ-પ્રાભારીની નિયુક્તિની જાહેરાત થઈ છે. પ્રભારી તરીકે શ્રી તરુણ ચુઘની જાહેરાત અગાઉ થઈ ચૂકી હતી. આજે જારી યાદી અનુસાર શ્રીમતી ગોમતી સાઈ તથા શ્રી અજય મહાવરની ગુજરાતમાં સહ-પ્રભારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. કેન્દ્રીય સ્તરે સ્મૃતિ ઈરાની, વિનોદ તાવડે અને રામ માધવને મળી મહત્વની જવાબદારી મળી છે.
ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા બુધવારે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રદેશ પ્રભારીઓ અને સહ પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નિતિન નવીન દ્વારા આ નવી નિમણૂકોની જાહેરાત કરવામાં આવી છે.
આ નિમણૂકો અંતર્ગત હરીશ દ્વિવેદીને બિહાર અને કર્ણાટક ભાજપના નવા પ્રદેશ પ્રભારી બનાવવામાં આવ્યા છે. તેમની સાથે સંગીતા યાદવ અને રોહન ગુપ્તાને બિહારના સહ પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. ભાજપ દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ આ તમામ નિમણૂકો તાત્કાલિક અસરથી લાગુ થશે. ભાજપના પ્રખર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને છત્તીસગઢ અને હરિયાણાના પ્રભારી બનાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત ભાજપના નેતા વિનય સહસ્રબુદ્ધેને દિલ્હી ભાજપના પ્રભારી, તરુણ ચુગને ગુજરાત અને શ્રીકાંત શર્માને હિમાચલ પ્રદેશના પ્રભારી બનાવાયા છે. રામ માધવને ઉત્તરાખંડ અને તમિલનાડુ ભાજપની જવાબદારી સોંપાઈ છે. વિનોદ તાવડેને ઉત્તર પ્રદેશની કમાનઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વિનોદ તાવડેને યુપી ભાજપના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત યુપી ભાજપ માટે 4 સહ પ્રભારીઓ પણ નીમવામાં આવ્યા છે, જેમાં જગદીશ પટેલ, મેધા કુલકર્ણી, પ્રદીપ વર્મા અને અનંત ઓઝાનો સમાવેશ થાય છે. ગજેન્દ્ર પટેલને ઝારખંડના પ્રભારી અને સૌરભ સિંહને સહ પ્રભારી બનાવવામાં આવ્યા છે. પ્રો. એમ. નાગરાજાને કેરળમના પ્રભારી અને એમ. વેંકટેશનને સહ પ્રભારી બનાવવામાં આવ્યા છે. રાજકુમાર ભાટિયાને લદ્દાખના પ્રભારી બનાવાયા છે.
સતીશ પૂનિયાને જમ્મુ-કાશ્મીર અને પંજાબની જવાબદારીજ્યોર્જ કુરિયનને લક્ષદ્વીપના પ્રભારી નિયુક્ત કરાયા છે. સતીશ પૂનિયાને જમ્મુ-કાશ્મીર અને પંજાબની જવાબદારી સોંપવામાં આવી છે, તો બીજી તરફ અનિલ એન્ટનીને ગોવા અને નાગાલેન્ડના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ભાજપે બિપ્લબ કુમાર દેબને મધ્ય પ્રદેશના પ્રદેશ પ્રભારી નિયુક્ત કર્યા છે, જ્યારે રેખા વર્માને સહ પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અમિત માલવીયને મહારાષ્ટ્રના પ્રભારી બનાવવામાં આવ્યા છે.
ભાજપ પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીઓની સંપૂર્ણ યાદી (સત્તાવાર પરિપત્ર મુજબ)
| ક્રમ | રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ | પ્રદેશ પ્રભારી | પ્રદેશ સહ પ્રભારી |
| 1 | અંદમાન અને નિકોબાર |
શ્રી જય પ્રકાશ (દિલ્હી) |
– |
| 2 | અરુણાચલ પ્રદેશ |
ડૉ. દેવેશ કુમાર (બિહાર) |
– |
| 3 | આંધ્ર પ્રદેશ |
ડૉ. અરવિંદ ભદોરિયા |
શ્રીમતી વનથી શ્રીનિવાસન |
| 4 | અસમ |
શ્રી મંગલ પાંડે |
શ્રીમતી ફાંગનોન કોન્યાક, શ્રી મનોજ ટિગ્ગા |
| 5 | બિહાર |
શ્રી હરીશ દ્વિવેદી |
શ્રીમતી સંગીતા યાદવ, શ્રી રોહન ગુપ્તા |
| 6 | ચંડીગઢ |
શ્રી મહેન્દ્ર પાંડે |
– |
| 7 | છત્તીસગઢ |
શ્રીમતી સ્મૃતિ ઈરાની |
શ્રી સિદ્ધાર્થ શંભૂ |
| 8 | દાદરા અને નાગર હવેલી તથા દમણ અને દીવ |
શ્રીમતી વર્ષાબેન નરેન્દ્રભાઈ દોશી |
– |
| 9 | દિલ્હી |
ડૉ. વિનય સહસ્રબુદ્ધે, |
શ્રીમતી દર્શનાબેન જરદોશ, શ્રી જામયાગ ત્સેરિંગ નામગ્યાલ |
| 10 | ગોવા |
ડૉ. ભારતી પ્રવીણ પવાર |
શ્રી અનિલ એન્ટની |
| 11 | ગુજરાત |
શ્રી તરુણ ચુગ, |
શ્રીમતી ગોમતી સાઈ, શ્રી અજય મહાવર |
| 12 | હરિયાણા |
શ્રીમતી સ્મૃતિ ઈરાની |
ડૉ. ભોલા સિંહ |
| 13 | હિમાચલ પ્રદેશ |
શ્રી શ્રીકાંત શર્મા |
શ્રીમતી દર્શના સિંહ |
| 14 | જમ્મુ અને કાશ્મીર |
ડૉ. સતીશ પૂનિયા |
શ્રીમતી રીના કશ્યપ (હિમાચલ પ્રદેશ) |
| 15 | ઝારખંડ |
શ્રી ગજેન્દ્ર પટેલ |
શ્રીમતી નિવેદિતા સિંહ (બિહાર), શ્રી સૌરભ સિંહ |
| 16 | કર્ણાટક |
શ્રી હરીશ દ્વિવેદી |
ડૉ. કસમ વેંકટેશ્વરલૂ |
| 17 | કેરળમ |
પ્રો. એમ. નાગરાજા |
શ્રી એમ. વેંકટેશન |
| 18 | લદ્દાખ |
શ્રી રાજકુમાર ભાટિયા (દિલ્હી) |
– |
| 19 | લક્ષદ્વીપ |
શ્રી જ્યોર્જ કુરિયન |
– |
| 20 | મધ્ય પ્રદેશ |
શ્રી બિપ્લબ કુમાર દેબ |
શ્રીમતી રેખા વર્મા |
| 21 | મહારાષ્ટ્ર |
શ્રી વૈજયંત જય પાંડા, |
શ્રી અમિત માલવીય, શ્રી સદાનંદ શેટ તનાવડે, શ્રીમતી કમલજીત સેહરાવત |
| 22 | મણિપુર |
ડૉ. રાજદીપ રોય |
– |
| 23 | મેઘાલય |
શ્રી કનાદ પુરકાયસ્થ |
ડૉ. નુમલ મોમિન (અસમ) |
| 24 | મિઝોરમ |
ડૉ. ભગવત કરાડ |
– |
| 25 | નાગાલેન્ડ |
શ્રી અનિલ એન્ટની |
– |
| 26 | ઓડિશા |
શ્રીમતી ડી. પુરંદેશ્વરી |
ડૉ. સ્વદેશ સિંહ |
| 27 | પુડુચેરી |
શ્રી કે. સુરેન્દ્રન |
– |
| 28 | પંજાબ |
ડૉ. સતીશ પૂનિયા |
શ્રી વીરેન્દ્ર સચદેવા, શ્રીમતી (ડૉ.) અલકા ગુર્જર |
| 29 | રાજસ્થાન |
શ્રી સંજય ભાટિયા |
શ્રીમતી કવિતા પાટીદાર, શ્રી કુલજીત ચહલ |
| 30 | સિક્કિમ |
શ્રી રાજુ બિસ્ટા |
– |
| 31 | તમિલનાડુ |
શ્રી રામ માધવ |
શ્રી નિર્મલ કુમાર સુરાણા, શ્રીમતી ડી. કે. અરુણા |
| 32 | તેલંગાણા |
શ્રી સુનીલ બંસલ |
શ્રી અભય પાટિલ, શ્રીમતી રેખા શર્મા |
| 33 | ત્રિપુરા |
શ્રી મૃગાંક દેવ બર્મન |
– |
| 34 | ઉત્તર પ્રદેશ |
શ્રી વિનોદ તાવડે, |
શ્રી જગદીશ પટેલ, શ્રીમતી મેધા કુલકર્ણી, ડૉ. પ્રદીપ વર્મા, શ્રી અનંત ઓઝા |
| 35 | ઉત્તરાખંડ |
શ્રી રામ માધવ, |
સુશ્રી બાંસુરી સ્વરાજ, શ્રી અરવિંદ મેનન |
| 36 | પશ્ચિમ બંગાળ |
શ્રી સુનીલ બંસલ |
શ્રી લાલ સિંહ આર્ય, શ્રી રાજેન્દ્ર સિંહ (બિહાર), શ્રીમતી પિંકી કુશવાહા (બિહાર) |


