નવી દિલ્હી, 22 ઑક્ટોબર, 2026 – Industry Outreach Program by the Indian Air Force ભારતીય વાયુસેના (IAF) એ માનવરહિત અને સ્વાયત્ત પ્રણાલીઓ (Unmanned and Autonomous Systems)ના ક્ષેત્રમાં પોતાની લાંબા ગાળાની ક્ષમતા જરૂરિયાતોને સાંકળવા માટે 21 ઓક્ટોબર 2026ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે હિસ્સેદારો, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs), સ્ટાર્ટ-અપ્સ અને ઈન્ડસ્ટ્રી પાર્ટનર્સ સાથે એક ‘ઉદ્યોગ આઉટરીચ કાર્યક્રમ’ (Industry Outreach Programme)નું આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમની અધ્યક્ષતા એર હેડક્વાર્ટરના ડાયરેક્ટર જનરલ (વેપન સિસ્ટમ્સ) એર માર્શલ પ્રેમકુમાર કે, VM, VSM દ્વારા કરવામાં આવી હતી. વિવિધ ડ્રોન કંપનીઓ અને સંબંધીત ઉદ્યોગ ભાગીદારોના આશરે 100 જેટલા પ્રતિનિધિઓએ આમાં ભાગ લીધો હતો, જે ભારતીય વાયુસેના અને ભારતના ડ્રોન ઈકોસિસ્ટમ વચ્ચે વધી રહેલી ભાગીદારી દર્શાવે છે.

આ કાર્યક્રમે ભારતીય વાયુસેનાને તેની ઓપરેશનલ જરૂરિયાતો અને તકનીકી પ્રાથમિકતાઓને સ્પષ્ટ કરવા માટે એક સત્તાવાર મંચ પૂરો પાડ્યો હતો. આ પહેલ 14 સપ્ટેમ્બર 2026 ના રોજ પોખરણ ખાતે યોજાયેલા ‘IAF ડ્રોનાથોન 2026’ દરમિયાન જાહેર કરવામાં આવેલા ‘IAF અન્મેન્ડ એન્ડ ઓટોનોમસ સિસ્ટમ્સ રોડમેપ’ પર આધારિત છે.
આજના આ કાર્યક્રમમાં ભારતીય વાયુસેનાએ માત્ર પોતાની ભવિષ્યની જરૂરિયાતો જ સ્પષ્ટ કરી ન હતી, પરંતુ ઉદ્યોગ ભાગીદારોને ‘IAFનો રોડમેપ પુસ્તિકા’ (Roadmap booklet) નો પણ વિતરણ કર્યું હતું.


