- ફ્લાઇટમાં આતંકી ઘટના નિષ્ફળ બનાવી મુસાફરોનો જીવ બચાવવા બદલ પ્રમુખે આપ્યો ‘ઓર્ડર ઓફ ઝાયદ II’
યુએઈ, 28 ઑક્ટોબર, 2026 – Captain Smit Machhar honored સંયુક્ત આરબ અમીરાત (UAE)ના પ્રમુખ હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાને ભારતીય પાયલોટ કૅપ્ટન સ્મિત મચ્છર અને ફ્લાયદુબઈના તેમના સાથી ક્રૂ મેમ્બર્સને ‘ફર્સ્ટ ક્લાસ ઓર્ડર ઓફ ઝાયદ II’ (First Class Order of Zayed II) થી સન્માનિત કર્યા છે. સપ્ટેમ્બર મહિનામાં ફ્લાઇટ દરમિયાન સર્જાયેલી એક સંભવિત આતંકી ઘટનાને પોતાની હિંમત, સતર્કતા અને વ્યાવસાયિક કુશળતાથી નિષ્ફળ બનાવીને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા બદલ તેમને આ પ્રતિષ્ઠિત સન્માન આપવામાં આવ્યું છે.
આ સન્માન ક્રૂ મેમ્બર્સ દ્વારા આતંકી ઘટના સામે દર્શાવેલી ત્વરિત કામગીરી અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવાના અસાધારણ પ્રયાસોની સરાહના કરે છે. આ ઘટના પડકારરૂપ સંજોગોમાં માનવજિંદગી બચાવવા માટે એવિએશન પ્રોફેસનલ્સ (વિમાનચાલકો અને ક્રૂ) દ્વારા ભજવવામાં આવતી મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરે છે.
દુબઈના ક્રાઉન પ્રિન્સ, નાયબ વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી હિઝ હાઇનેસ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મકતુમના હસ્તે આ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. શેખ હમદાને ક્રૂ મેમ્બર્સની કામગીરીના મુક્તકંઠે વખાણ કર્યા હતા અને તેમની જવાબદારીની લાગણી તેમજ ફરજ પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરી હતી. આ માન-સન્માન યુએઈના નેતૃત્વની એ ભાવનાને દર્શાવે છે જેમાં જાહેર સુરક્ષા, હિંમત અને સેવા પ્રત્યે દ્રઢ કટિબદ્ધતા દર્શાવતી વ્યક્તિઓની કદર કરવામાં આવે છે.
BIG BREAKING 🚨
UAE President Sheikh Mohamed bin Zayed honours Indian pilot Captain Smit Machchhar and fellow flydubai crew members with the First Class Order of Zayed II for protecting passengers during a September in-flight terror incident. https://t.co/UqHZVRR9xR
— News Algebra (@NewsAlgebraIND) October 28, 2026
એવોર્ડ સમારોહ બાદ, ક્રૂ મેમ્બર્સે યુએઈના પ્રમુખ પ્રત્યે આભાર વ્યક્ત કરતા આ સન્માનને ભારે ગૌરવનો વિષય ગણાવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે આ બહુમાન દર્શાવે છે કે દેશનું નેતૃત્વ પોતાની જવાબદારીઓ નિભાવતા વિમાનચાલકો અને ક્રૂ મેમ્બર્સના સમર્પણ, સેવા અને નિષ્ઠાના મૂલ્યોની કેટલી ઉચ્ચ કદર કરે છે.


