Homerevoinewsજગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં OIA એક્સેલન્સ એવોર્ડ્સ તથા OIA ડિરેક્ટરી-2026નું અનાવરણ

જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં OIA એક્સેલન્સ એવોર્ડ્સ તથા OIA ડિરેક્ટરી-2026નું અનાવરણ

અમદાવાદ, 29 ઑક્ટબર, 2026 – OIA Excellence Awards ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ગતરોજ અમદાવાદ ખાતે ઓઢવ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (OIA) દ્વારા આયોજિત OIA એક્સેલન્સ એવોર્ડ્સ તથા OIA ડિરેક્ટરી-2026ના અનાવરણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ઉદ્યોગકારોના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.

આ અવસરે શ્રી વિશ્વકર્માએ કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતને આત્મનિર્ભર અને વૈશ્વિક સ્તરે અગ્રેસર ઔદ્યોગિક શક્તિ બનાવવાના સંકલ્પને સાકાર કરવામાં સ્થાનિક ઉદ્યોગકારોની ભૂમિકા મહત્વપૂર્ણ છે.

‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ જેવી પહેલો ઉદ્યોગકારોને નવી તકો પૂરી પાડવાની સાથે ઉત્પાદન, નવીનતા અને રોજગારી સર્જનને પ્રોત્સાહન આપે છે. OIA એક્સીલન્સ એવોર્ડ્સ જેવા આયોજનો ઉદ્યોગકારોની સિદ્ધિઓને પ્રોત્સાહિત કરવાની સાથે ઉદ્યોગજગતના પરસ્પર સંકલન અને વિકાસની નવી તકોને વેગ આપે છે. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular