Homeગુજરાતીખોરાકવગર મેયોનીઝ અને ચીઝ બનાવો 6 ટેસ્ટી સેન્ડવિચ, જાણો બનાવવાની રીત

વગર મેયોનીઝ અને ચીઝ બનાવો 6 ટેસ્ટી સેન્ડવિચ, જાણો બનાવવાની રીત

સવારના નાસ્તામાં ફટાફટ કંઈક બનાવવું હોય કે પછી સાંજના સમયે ચા સાથે નાની-મોટી ભૂખ સંતોષવી હોય, સેન્ડવિચ હંમેશાં લોકોની પહેલી પસંદ રહી છે. જોકે, ઘણા લોકોને એવું માનવું હોય છે કે સેન્ડવિચનો સ્વાદ વધારવા માટે તેમાં મેયોનીઝ કે ચીઝ નાખવું અનિવાર્ય છે, પરંતુ હકીકતમાં એવું બિલકુલ નથી.

ઘરમાં જ ઉપલબ્ધ તાજી શાકભાજી, ચટણી, મસાલા અને અન્ય હેલ્ધી ચીજોની મદદથી પણ તમે એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સેન્ડવિચ તૈયાર કરી શકો છો. આવો જાણીએ વગર મેયોનીઝ અને ચીઝે બનતી આ 7 ટેસ્ટી સેન્ડવિચ રેસિપી વિશે, જેને તમે નાસ્તા કે સ્નેક્સમાં ચોક્કસ ટ્રાય કરી શકો છો:

વેજીટેબલ સેન્ડવિચ

આ સેન્ડવિચ બનાવવા માટે બ્રેડની સ્લાઈસ પર લીલી ચટણી લગાવો. હવે તેના પર કાકડી, ટમેટા, ડુંગળી અને બાફેલા બટાકાના પાતળા ટુકડા ગોઠવો. ઉપરથી થોડું મીઠું, કાળા મરી અને ચાટ મસાલો છાંટીને બીજી બ્રેડથી ઢાંકી દો. હવે તેને તવા પર હકીકત ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.

બટાકા મસાલા સેન્ડવિચ

બાફેલા બટાકાને મેશ કરીને તેમાં ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચાં, ધાણાભાજી, મીઠું અને થોડો ગરમ મસાલો મિક્સ કરો. આ મિશ્રણને બ્રેડ પર ફેલાવીને બીજી સ્લાઈસથી કવર કરો. હવે તવા પર થોડું તેલ અથવા ઘી લગાવીને બંને બાજુથી ક્રિસ્પી અને સોનેરી થાય ત્યાં સુધી શેકી લો.

પનીર સેન્ડવિચ

પનીરના નાના ટુકડા કરી લો અથવા તેને હળવું મેશ કરી લો. તેમાં ડુંગળી, કેપ્સિકમ, કાળા મરી અને થોડો ચાટ મસાલો ઉમેરો. આ સ્ટફિંગને બ્રેડની વચ્ચે ભરીને તવા પર બટર અથવા તેલ લગાવીને ક્રિસ્પી શેકી લો. પ્રોટીનથી ભરપૂર આ સેન્ડવિચ હેલ્થ માટે પણ ખૂબ સારી છે.

કોર્ન સેન્ડવિચ

બાફેલા સ્વીટ કોર્નમાં ઝીણું સમારેલું કેપ્સિકમ, ડુંગળી, મીઠું અને કાળા મરી મિક્સ કરો. જો તમને ખાટું-મીઠું પસંદ હોય તો થોડો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. હવે આ મિશ્રણને બ્રેટમાં ભરીને તવા પર હલકું ક્રિસ્પી થાય ત્યાં સુધી સેકી લો.

ચટણી સેન્ડવિચ

જો તમને ચટપટો સ્વાદ પસંદ છે, તો આ રેસિપી બેસ્ટ છે. બ્રેડ પર લીલા ધાણા-ફુદીનાની ચટણી લગાવો. તેના પર કાકડી, ટમેટા અને બાફેલા બટાકાના ટુકડા મૂકો. ઉપરથી ચાટ મસાલો ભભરાવીને બીજી બ્રેડથી કવર કરો. આ સેન્ડવિચને તમે શેક્યા વગર પણ ખાઈ શકો છો અથવા તવા પર હલકી ક્રિસ્પી પણ બનાવી શકો છો.

મગફળી સેન્ડવિચ

શેકેલી સિંગદાણા (મગફળી) ને દરદરી પીસી લો. તેમાં ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચાં, ધાણાભાજી, મીઠું અને લીંબુનો રસ મિક્સ કરો. હવે આ મિશ્રણને બ્રેટ પર ફેલાવીને હળવું શેકી લો. સિંગદાણાનો યુનિક સ્વાદ આ સેન્ડવિચને એકદમ ખાસ બનાવી દે છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular