Homerevoinewsધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ કોકરોચ જનતા પાર્ટીના નેતાઓે હોટલમાં કરી હતી પાર્ટી!,...

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ કોકરોચ જનતા પાર્ટીના નેતાઓે હોટલમાં કરી હતી પાર્ટી!, વીડિયો વાયરલ

નવી દિલ્હી, 27 જુલાઈ 2026: દિલ્હીના જંતર-મંતર પર નીટ-યુજી પરીક્ષામાં કથિત ગેરરીતિઓ અને પેપર લીક વિરુદ્ધ લાંબા સમય સુધી ચાલેલા વિરોધ પ્રદર્શન અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાનના રાજીનામા બાદ હવે એક નવો વિવાદ સામે આવ્યો છે. આંદોલન સફળ થયાના દાવા વચ્ચે ‘કોકરોચ જનતા પાર્ટી’ (સીજેપી) ના નેતાઓનો એક હોટેલ પાર્ટીનો કથિત વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે આંદોલનની વિશ્વસનીયતા, ફંડિંગ અને નેતૃત્વની કાર્યશૈલી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

નીટ-યુજી પરીક્ષાના વિવાદને લઈને સપ્તાહો સુધી ચાલેલા આંદોલન બાદ તાજેતરમાં શિક્ષણ પ્રધાનના રાજીનામાને વિદ્યાર્થીઓની મોટી જીત તરીકે રજૂ કરવામાં આવી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર સીજેપીના કેટલાક સભ્યો એક હોટેલની અંદર ડાન્સ અને ઉત્સવના માહોલ વચ્ચે પાર્ટી કરતા નજરે પડી રહ્યા છે.

વરિષ્ઠ અવાજ અને વકીલ મહેશ જેઠમલાણીએ આ વિડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા સવાલો ઉઠાવ્યા છે કે શું ખરેખર દિલ્હીની હોટેલોમાં આ પ્રકારે ઉજવણી થઈ રહી છે? તેમણે આકરા પ્રહારો કરતા પૂછ્યું કે, દિલ્હીમાં લાંબા સમય સુધી ચાલેલા આ વિરોધ પ્રદર્શન દરમિયાન યાત્રા, ખાવા-પીવા અને રહેવાનો ખર્ચ કોણે ઉઠાવ્યો હતો અને આ આંદોલનને ફંડ ક્યાંથી મળ્યું હતું?

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અમિત માલવિયાએ પણ આ વિડિયો શેર કરતા કટાક્ષ કર્યો છે કે, મહેનત બાદ આરામ કરવાનો અને ઉજવણી કરવાનો અધિકાર દરેકને છે, પરંતુ તેના માટે સમય અને જગ્યાનું પણ વિશેષ મહત્ત્વ હોય છે. તેમણે ઉમેર્યું કે જ્યારે કોઈ આંદોલનને વિદ્યાર્થીઓના ન્યાયની લડાઈ તરીકે રજૂ કરવામાં આવે અને જે આંદોલનની નૈતિક પૃષ્ઠભૂમિમાં વિદ્યાર્થીઓની આત્મહત્યા જેવા ગંભીર મુદ્દાઓ ટાંકવામાં આવ્યા હોય, ત્યારે તેના તરત જ બાદ આવા ઉત્સવના દ્રશ્યો લોકોમાં અત્યંત સંવેદનહીન સંદેશ મોકલે છે.

  • સોશિયલ મીડિયા અને આલોચકોમાં ભારે રોષ

સોશિયલ મીડિયા પર એવા સવાલો ઉઠી રહ્યા છે કે આંદોલનમાં ભાગ લેનાર સામાન્ય યુવાનો અને વિદ્યાર્થીઓને હવે એવું અનુભવાઈ રહ્યું છે કે શું તેમની ભાવનાઓનો ઉપયોગ માત્ર કોઈ રાજકીય કે અંગત અભિયાન માટે કરવામાં આવ્યો હતો? આલોચકોનું માનવું છે કે દેશના યુવાનો દેખાડાઓ નહીં, પરંતુ સાચી પ્રામાણિકતાની અપેક્ષા રાખે છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular