Homeગુજરાતીઅમદાવાદીઓ માસ્ક મામલે બેદરકારઃ પૂર્વ વિસ્તારમાં કુલ 1.63 લાખ લોકો પકડાયાં

અમદાવાદીઓ માસ્ક મામલે બેદરકારઃ પૂર્વ વિસ્તારમાં કુલ 1.63 લાખ લોકો પકડાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને પગલે માસ્ક ફરજીયાત કરાયું છે. તેમ છતા અનેક લોકો માસ્ક પહેરવાનું ટાળતા હોવાનું અનેકવાર સામે આવ્યું છે. ત્યારે આવા બેદરકાર લોકોને ઝડપી લેવા માટે પોલીસ તથા સ્થાનિક તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે. માસ્ક મામલે અમદાવાદીઓ સૌથી વધારે બેદરકાર હોય તેમ લાગી રહ્યું છે. શહેરના પૂર્વ વિસ્તારમાં અત્યાર સુધીમાં પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા માસ્ક વગક 1.63 લાખ લોકોને પકડીને રૂ. 8.98 કરોડનો દંડ વસુલ્યો છે. એટલું જ નહીં જાહેરનામાના ભંગ બદલ 20 હજારથી વધારે લોકોને પકડવામાં આવ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત રીતે પાલન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં માસ્ક નહીં પહેરનાર સામે પોલીસનું કડકાઈભર્યું વલણ રહ્યું છે.પોલીસે આ વિસ્તારમાં જાહેરનામા ભંગના અત્યાર સુધીમાં 18 હજાર જેટલા કેસ કરીને 20111 લોકોને ઝડપી લીધા છે. જ્યારે 1.63 લાખ લોકો પાસેથી માસ્ક નહીં પહેરવા બદલ 8.98 કરોડનો દંડ વસૂલ કર્યો છે. શહેરના ઝોન-4માં માસ્ક નહીં પહેરવાના 62767, ઝોન 5માં 42474 અને ઝોન 6માં 58288 કેસ નોંધવામાં આવ્યાં છે. અમદાવાદમાં ઝોન 5માં માસ્કના દંડ તથા જાહેરનામા ભંગના સૌથી ઓછા કેસ નોંધાયા છે.

અમદાવાદ શહેરમાં એક અંદાજ અનુસાર દરરોજ સરેરાશ 1500 જેટલી વ્યક્તિઓ માસ્ક વિના પકડાય છે. આ ઉપરાંત લોકડાઉન અને કર્ફ્યૂ દરમિયાન કામ વગર ઘરની બહાર નીકળેલા લોકોનાં કુલ 64,135 વાહન ડિટેન કર્યાં હતાં, જેને છોડાવવા માટે લોકોએ અત્યાર સુધીમાં રૂ.15.68 કરોડ દંડ ભર્યો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular