Homeગુજરાતીદીપિકા પાદુકોણ અને ઋતિક રોશનની ફિલ્મ ‘ફાઈટર’ હવે 2022મા નહી થાય...

દીપિકા પાદુકોણ અને ઋતિક રોશનની ફિલ્મ ‘ફાઈટર’ હવે 2022મા નહી થાય રિલીઝ,જાણો ક્યારે સિનેમાઘરોમાં આવશે આ ફિલ્મ

  • દિપીકા પાદૂકોણ અને ઋતિક રોશનની દેશભક્તિ ફિલ્મ ‘ફાઈટર’
  • આ ફિલ્મ  2022મા નહી થાય રિલઝી
  • 2023મા થશે સિનેમાઘરોમાં આ  ફિલ્મ રિલીઝ

મુંબઈઃ બોલિવૂડ જગતમાં અનેક ફિલ્મોને લઈને દર્શકો આતરુતાથી રાહ જોતા હોય છે ત્યારે હવે થોડા સમય પહેલા ચાહકો માટે એક સારા સમાચાર આવ્યા હતા કે’ એક્ટર ઋત્વિક રોશન અને દીપિકા પાદુકોણની જોડી પહેલી વખત ફિલ્મ ‘ફાઇટર’માં એક સાથે જોવા મળશે. આવી સ્થિતિમાં હવે ફિલ્મની નવી રિલીઝ ડેટ પણ બહાર પાડવામાં આવી  ચૂકી છે.

ફિલ્મ નિર્માતા કંપની વાયાકોમ 18 સ્ટુડિયોએ આ બાબતને લઈને શુક્રવારે જાહેરાત કરી હતી કે ફાઇટર હવે 26 જાન્યુઆરી, 2023 ના રોજ થિયેટરોમાં  રિલીઝ કરવામાં આવશે. જો કે આ પહેલા ફિલ્મ ‘ફાઇટર’ સપ્ટેમ્બર મહિનામાં વર્ષ 2022 માં રિલીઝ થવાની હતી. પરંતુ કોવિડને કારણે, તેણે ફિલ્મના સંપૂર્ણ શેડ્યૂલમાં ફેરફાર કર્યો છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ‘ફાઇટર’ દેશની પ્રથમ એરિયલ એક્શન ફિલ્મ માનવામાં આવી રહી છે, જેના દ્વારા ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરી, બલિદાન અને દેશભક્તિને શ્રદ્ધાંજલિ આપવાનો એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ આનંદ અને ઋત્વિક રોશનની જોડી સફળ રીતે કાર્ય કરતી જોવા મળએ છે, આ પહેલા સિદ્ધાર્થે રિતિક સ્ટારર બેંગ બેંગ અને વોરનું પણ નિર્દેશન કર્યું હતું. આવી સ્થિતિમાં, હવે ત્રીજી વખત બંને ફાઇટરમાં એક સાથે કામ કરતા જોવા મળશે. તો બીજી તરફ અભિનેત્રી દીપિકાની વાત કરીએ તો તે શકુન બત્રાની ફિલ્મ તેમજ ’83’ અને ‘પઠાણ’માં જોવા  તે જોવા મળશે.

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular