1. Home
  2. ગુજરાતી
  3. ચીનને પછાડીને અમેરિકા બન્યું ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર
ચીનને પછાડીને અમેરિકા બન્યું ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર

ચીનને પછાડીને અમેરિકા બન્યું ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર

0
Social Share
  • ચીનને પછાડીને અમેરિકા બન્યું ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર
  • વર્ષ 2022-23માં વધ્યો બિઝનેસ
  • બંને દેશો વચ્ચેનો વેપાર $128.55 બિલિયન રહ્યો 

 

દિલ્હી : છેલ્લા નાણાકીય વર્ષ 2022-23માં અમેરિકા ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર બન્યું છે. આ સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચેનો વેપાર $128.55 બિલિયન રહ્યો હતો. આ દર્શાવે છે કે બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો વધુ મજબૂત થઈ રહ્યા છે. વાણિજ્ય મંત્રાલયના કામચલાઉ ડેટા અનુસાર, ભારત અને યુએસ વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 2022-23માં 7.65 ટકા વધીને $128.55 બિલિયન થવાની તૈયારીમાં છે. અગાઉના નાણાકીય વર્ષ (2021-22)માં બંને દેશોનો દ્વિપક્ષીય વેપાર $119.5 બિલિયન હતો, જ્યારે 2020-21માં તે માત્ર $80.51 બિલિયન હતો.

ડેટા અનુસાર, ભારતથી યુએસમાં નિકાસ 2021-22ના 76.18 અબજ ડોલરથી નાણાકીય વર્ષ 2022-23માં 2.81 ટકા વધીને 78.31 અબજ ડોલર થવાની તૈયારીમાં છે. આ સમયગાળા દરમિયાન ભારતમાં યુએસથી આયાત 16 ટકા વધીને $50.24 બિલિયન થઈ છે. બીજી તરફ, 2022-23માં ભારત-ચીનનો વેપાર અગાઉના વર્ષના 115.42 અબજ ડોલરથી 1.5 ટકા ઘટીને 113.83 અબજ ડોલર થયો છે.

2022-23માં ભારતથી ચીનમાં નિકાસ 28 ટકા ઘટીને 15.32 અબજ ડોલર થવાની ધારણા છે, જ્યારે આયાત 4.16 ટકા વધીને 98.51 અબજ ડોલર થવાની ધારણા છે. ચીન સાથે ભારતની વેપાર ખાધ 2022-23માં વધીને $83.2 બિલિયન થવાની તૈયારીમાં છે, જે અગાઉના વર્ષમાં $72.91 બિલિયન હતી. નિષ્ણાંતોનું માનવું છે કે આગામી વર્ષોમાં અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર વધવાનો ટ્રેન્ડ ચાલુ રહેશે. આ સાથે જ ભારત અને અમેરિકા આર્થિક સંબંધોને વધુ મજબૂત કરવા માટે સતત કામ કરી રહ્યા છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code