1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતમાં આગામી વર્ષોમાં ભુપેન્દ્ર પટેલ ભાજપને ભારે સફળતા અપાવશેઃ સી.આર.પાટીલ
ગુજરાતમાં આગામી વર્ષોમાં ભુપેન્દ્ર પટેલ ભાજપને ભારે સફળતા અપાવશેઃ સી.આર.પાટીલ

ગુજરાતમાં આગામી વર્ષોમાં ભુપેન્દ્ર પટેલ ભાજપને ભારે સફળતા અપાવશેઃ સી.આર.પાટીલ

0
Social Share

અમદાવાદઃ ભુપેન્દ્રભાઈ પટેલ વર્ષોથી સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા છે અને તેઓ પ્રમાણિક અને કર્તનિષ્ઠ ઈમેજ પ્રજામાં ધરાવે છે. તેમ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જમાવ્યું હતું. તેમજ તેઓ રાજ્યના તમામ નાગરિકોની જરૂરિયાતોને ન્યાય આપશે તેમ પણ કહ્યું હતું. ભુપેન્દ્ર પટેલ ભાજપના નેતાઓ અને કાર્યકરોના સથવારે ભાજપને ભારે સફળતા મેળવશે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, વિજય રૂપાણીએ પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે મહત્વની કામગીરી કરી છે. ખેડૂતો, યુવાનો અને પશ્ચોનાનું નિરાકરણ કરવાની સાથે વિવિદ યોજનાઓ અમલમાં મુકી છે. તેમજ કોરોના કાળમાં પણ તેમની આગેવાનીમાં અસરકારક કામગીરી કરવામાં આવી હતી.

તેમણે વધારે જણાવ્યું હતું કે, ભાજપના ધારાસભ્યદળના નેતા ભુપેન્દ્ર પટેલ ચાર વર્ષથી ધારાસભ્ય તરીકે કામ કરી રહ્યાં છે. તેઓ વર્ષોથી સેવાકિય પ્રવૃતિ સાથે જોડાયેલા છે. એક પ્રમાણિક અને કર્તવ્યનિષ્ઠ ઈમેજ ધરાવે છે. જેથી પીએમ નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના નામનું અનુંમોદન આપ્યું હતું. ભાજપના નેતાઓ અને કાર્યકરોના સથવારે તેઓ આગામી ચૂંટણીમાં ભાજપને સફળતા અપાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુત્ર સૌનો સાથ સૌનો વિકાસને સાર્થક કરીને રાજ્યની તમામ નાગરિકોની જરૂરિયાતને ન્યાય આપશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code