Homerevoinewsભાજપના સમરસતા સંકલ્પ અભિયાનનું ગાંધીનગર જિલ્લામાં સ્વાગત

ભાજપના સમરસતા સંકલ્પ અભિયાનનું ગાંધીનગર જિલ્લામાં સ્વાગત

ગાંધીનગર, 3 ઓગસ્ટ, 2026 – ભાજપના સમરસતા સંકલ્પ અભિયાનનું ગઈકાલે રવિવારે ગાંધીનગર જિલ્લામાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપના ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘કાશીથી કર્ણાવતી‘ સુધીની કળશ યાત્રાનું ગાંધીનગર જિલ્લામાં આગમન થતા નાગરિકો, સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ઉત્સાહપૂર્ણ રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું.

BJP's Samarastha Sankalp Abhiyan welcomed in Gandhinagar district
BJP’s Samarastha Sankalp Abhiyan welcomed in Gandhinagar district

આ અવસરે પ્રદેશ મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી તથા અભિયાનના ઇન્ચાર્જ શ્રી ગૌતમભાઈ ગેડીયા, અભિયાનની પ્રદેશ ટીમ, ગાંધીનગર જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી અનિલભાઈ પટેલ, સંગઠનના પદાધિકારીઓ, ધારાસભ્યશ્રી સહિત આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ ભાજપ દ્વારા રવિદાસ મહારાજની જન્મજયંતી 20 ફેબ્રુઆરી સુધી ‘સમરસતા સંકલ્પ અભિયાન‘ યોજાશે

ઉપસ્થિત સૌએ આ પ્રસંગે સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કરી ભાવવંદના કરી હતી અને શ્રી રવિદાસજી મહારાજના સમાનતા, સમરસતા અને માનવતાના સંદેશને સમાજજીવનમાં ચરિતાર્થ કરવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

સંબંધિત લેખો

Most Popular