1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશની કાલે રવિવારે ચૂંટણી, તંત્રએ અંતિમ તૈયારીઓ પૂર્ણ કરી
ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશની કાલે રવિવારે ચૂંટણી, તંત્રએ અંતિમ તૈયારીઓ પૂર્ણ કરી

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશની કાલે રવિવારે ચૂંટણી, તંત્રએ અંતિમ તૈયારીઓ પૂર્ણ કરી

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યના પાટનગર એવા ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશની ચૂંટણી આવતીકાલ તા. 3જી ઓક્ટોબરને રવિવારે યોજાશે. રાજ્ય ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ચૂંટણી અધિકારીઓએ  આજે 11 વોર્ડના 284 મતદાન મથકો પર EVM સહિતનું જરૂરી સાહિત્ય પહોંચાડ્યું હતું.  ગાંધીનગરમાં 4 અતિ સંવેદનશીલ, 144 સંવેદનશીલ અને 136 સામાન્ય મતદાન મથક સામેલ છે.

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશની  44 બેઠકો માટેની ચૂંટણીમાં  આવતી કાલે તા.  3જી ઓકટોબરને રવિવારના રોજ મતદાન યોજાશે. જેમાં સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે,  મતદાન મથકો પર 1500થી વધુ કર્મચારી, અધિકારી ફરજ પર તૈનાત કરાશે. ગાંધીનગરના 144 સંવેદનશીલ મતદાન મથક પર પોલીસ તંત્રએ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. ગાંધીનગર મનપાની EVM મશીન દ્વારા ચૂંટણી યોજાશે. જેની માટે 315 CU અને 630 BU મશીનનો ઉપયોગ કરાશે.ગાંધીનગર મનપા માટે 284 મતદાન મથકો પર મતદાન યોજાશે.જેમાં  69 મતદાન મથકો સંવેદનશીલ અને 34 મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે.

ગાંધીનગર મનપાની ચૂંટણીની વાત કરીએ તો કુલ 11 વોર્ડ 44 બેઠકો માટે મતદાન યોજાશે. જેમાં 22 બેઠકો મહિલા અનામત છે. તો 5 બેઠક અનુસૂચિત જાતિ માટે અને 1 બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કુલ 2.82 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. આ ઉપરાંત નવા સીમાંકન બાદ પ્રથમ ચૂંટણી છે. જયારે ગાંધીનગર મનપાની આ ત્રીજી ચૂંટણી છે.વર્ષ 2020માં નવું સીમાંકન જાહેર કરવામાં આવ્યું હતું. તેમજ નવા સીમાંકન બાદ વોર્ડની સંખ્યા બદલાઈ હતી. જેમાં 8 વોર્ડને બદલે હવે 11 વોર્ડ થયા છે અને 32 બેઠકોને બદલે 44 બેઠકો થઈ છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code