Homeગુજરાતીગુજરાતગુજરાતમાં સરકારી તંત્રને AI માટે મળશે મફત GPU પાવરઃ AI સ્ટાર્ટઅપ્સને 100%...

ગુજરાતમાં સરકારી તંત્રને AI માટે મળશે મફત GPU પાવરઃ AI સ્ટાર્ટઅપ્સને 100% સબસિડી

ગાંધીનગર, 24 સપ્ટેમ્બર,2026 :  Government machinery in Gujarat will get free GPU power મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ગવર્નન્સ અને નવીનતાને વેગ આપવા માટે વધુ એક મહત્વનું પગલું ભર્યું છે અને State-wide GPU-as-a-Service (GPUaaS) Frameworkને તાત્કાલિક અસરથી અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. આ વ્યવસ્થા હેઠળ સરકારી વિભાગો અને સંલગ્ન સંસ્થાઓને હાઈ-પરફૉર્મન્સ GPU કમ્પ્યુટિંગ રિસોર્સિસની સામૂહિક અને કેન્દ્રિત સુવિધા ઉપલબ્ધ બનશે.

મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયાના નેતૃત્વ હેઠળ કરાયેલા આ નિર્ણય મુજબ રાજ્ય સરકાર AIનો ઉપયોગ માત્ર ટેક્નોલોજી સુધી મર્યાદિત ન રાખીને સુશાસન, જાહેર સેવા વિતરણ અને નવીનતામાં તેનો વ્યાપ વધારવા માગે છે. આ માટે અમલમાં મુકાયેલા AI Action Planના છ મુખ્ય સ્તંભોમાં Data, Infrastructure, Capacity Building, Foundational R&D and Use Case Development, Deeptech Startup Facilitation તથા Safe & Trusted AIનો સમાવેશ થાય છે. આ જ યોજનાના બીજા સ્તંભ એટલે કે Infrastructureને મજબૂત કરવા માટે હવે GPUaaS માળખું કાર્યરત કરાયું છે.

આ નવા માળખા હેઠળ ગુજરાત ઇન્ફૉર્મેટિક્સ લિમિટેડ (GIL) દ્વારા કેન્દ્રિત GPU ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સંચાલન કરવામાં આવશે. આથી અલગ-અલગ સરકારી વિભાગોને પોતાના સ્તરે મોંઘા હાઈ-પરફૉર્મન્સ કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની જરૂરિયાતમાં ઘટાડો થઈ શકે છે અને ઉપલબ્ધ સંસાધનોનો કેન્દ્રિત રીતે ઉપયોગ શક્ય બનશે.

સરકારી વિભાગો ઉપરાંત સરકારી સંસ્થાઓ, બોર્ડ-કૉર્પોરેશન, સ્વાયત્ત સંસ્થાઓ અને વિજ્ઞાન-ટેક્નોલોજી વિભાગ દ્વારા સમયાંતરે મંજૂર કરવામાં આવતી અન્ય સંસ્થાઓ પણ મંજૂર AI તથા ડેટા આધારિત ઉપયોગના કિસ્સાઓ માટે આ GPU સુવિધાનો લાભ લઈ શકશે.

આ નિર્ણયનું સૌથી મહત્વનું પાસું એ છે કે પાત્ર રાજ્ય સરકારના વિભાગો, સરકારી સંસ્થાઓ અને સરકારી શૈક્ષણિક સંસ્થાઓને GPU ઇન્ફ્રાસ્ટ્રક્ચર 100 ટકા સબસિડીના ધોરણે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત AI CoEમાં AI Innovation Challenge હેઠળ પસંદ થયેલા સ્ટાર્ટઅપ્સ દ્વારા AI Use Casesના production rollout માટે પણ આ સુવિધા 100 ટકા સબસિડીના આધારે ઉપલબ્ધ રહેશે. આથી AI ક્ષેત્રમાં નવીન પ્રયોગો કરી રહેલા સરકારી તંત્ર તેમજ પસંદગીના સ્ટાર્ટઅપ્સ માટે હાઈ-પરફૉર્મન્સ કમ્પ્યુટિંગનો પ્રવેશ વધુ સરળ બનશે.

આમ ગુજરાતમાં હવે AI માટે માત્ર નીતિ અને આયોજન નહીં, પરંતુ તેને અમલમાં મૂકવા માટેનું સંયુક્ત, કેન્દ્રિત અને સંચાલિત કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર થઈ ગયું છે. આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular