1. Home
  2. ગુજરાતી
  3. પ્રોફેશનલ લૂકને શાનદાર અને આકર્ષક બનાવવા આ ટિપ્સને કરો ફોલો
પ્રોફેશનલ લૂકને શાનદાર અને આકર્ષક બનાવવા આ ટિપ્સને કરો ફોલો

પ્રોફેશનલ લૂકને શાનદાર અને આકર્ષક બનાવવા આ ટિપ્સને કરો ફોલો

0
Social Share

 

સામાન્ય રીતે આપણે આપણાને પરફએક્ટ લૂક આપવાના બનતા પ્રયત્નો કરતા હોઈએ છીએ, જેમાં ખાસ જ્.યારે આપણે વર્ક પ્લેસ પર જતા હોઈએ છીએ ત્યારે કેવા કપડા વપહેરવા આ બાબતનું ખાસ ધ્યાન આપીએ છીએ, તો આજે આપણે વાત કરીશું ઓફીસમાં કામ કરતી મહિલાઓના પોષાક વિશે, ઘણી વખત આપણા કપડા પરથી અનેક લોકો આપણાને જજ કરતા હોઈએ છે, જેથી ઓફિસ જતા વખતે કપડાની બાબતમાં ક્યારેય બાંધછોડ ન કરવી ગમતા કપડા પહેરવા સાથે ઓફીસમાં શોભે તેવા પહેરવા પણ જરુરી છે.તમારો દેખાવ તમારા વર્ક મુજબ હોવો જરુરી છે, તમારા વ્યક્તિત્વને આકર્ષક દેખવા આપવા માટેની આજે આપણે કેટલીક વાત કરીશું

જાણો મહિલાઓ એ ઓફીસ પ્લેસ પર કેવા કપડાની પસદંગી કરવી જોઈએ

જ્યારે મહિલાઓ ઓફિસમાં કામ કરતી હોય ત્યારે ખાસ કરીનેતેમનો પોશાક પ્રોફેશનલ લૂક આપતો હોવો જોઈએ, જેમાં ટ્રાઉઝર-શર્ટ, જિન્સ-ટી-શર્ટ  તમે પહેરી શકો છો, જે તમને અલગ અને પ્રોફેશનલ લૂક આપશે.

વર્ક પ્લેસ પર ટૂંકા કપડા પહેરવાનું અવશ્ય ટાળવું જ જોઈએ , કેપરી ,બરમૂડા કે શોર્ટ જેવા કપડા ઓફીસમામં ક્યારેય શોભતા નથી તે તમારી ઈમેજ પર બની આવે છે જેથી આ પ્રકારના કપડાને અવોઈડ કરો

આ સાથે જ વધુ વર્ક વનાળા ભરાવદાર ,કે ડ્રેડિશનલ ટાઈપના કપડા પહેરવાનું પણ ટાળવું જોઈએ, જો ઓફીસમાં કોઈ તહેવારને લગતું ઓકેશન હોય તો તમે ડ્રેડિશનલમાં પ્લેન સાડી, કે લેંગિઝ-કૂર્તિ, કે લોંગ કોટનનું સિમ્પલ ગાઉન પહેરી શકો છે, જે તમારો લૂક પરફેક્ટ બનાવશે અને ઓકેશન પ્રમાણે આ કપડા તમને શોભશે.

ઓફીસમાં મહિલાઓ એ ખાસ મિટિંગ હોય ત્યારે ટિશર્ટ પર બ્લેઝર પહેરવાનો આગ્રહ રાખવો જેનાથી તમારી મિટિંગ પ્રત્યેની સજાગતા ,સિરયસનેસ દર્શાય છે, આ સાથે જ તમરો આત્મવિશ્વાસ પણ વધે છે, આપણો દેખાવ આપણો પોષાક આપણા આત્મ વિશ્વાસને વધારે છે.

ઓફીસમાં સ્લિવલેસ કપડા પહેરવાનું બને ત્યા સુધી ટાળવું જોઈએ, એવા કપડા પહેરો કે જેથી તમને ક્મફર્ટેબલ ફીલ થાય ક્યારેય તમારે તમારા કપડાને લઈને સજાગ ન રહેવું પડે, ઘણી વાર અન્કમ્ફર્ટેબલ કપડા પહેરીને આપણે આપણું ધ્યાન તેના પર જ રાખીએ છીએ જેથી વર્ક પર તેની અસર પડે છે.

ઓફીસમાં હાઈ હીલ્સ, લાંબા બૂટ અને મોજરી જેવા ફૂટવેર પણ ન પહેરવા જોઈએ, ખાસ કરીને સિમ્પલ સૂઝ પહેરવાનો આગ્રહ રાખો અથવા તો સાદી મોજડી પણ પહેરી શકો, અવાજ કરે તેવા ફૂટવેર ન પહેરવા જોઈએ.

 

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code