HomeગુજરાતીટેકનોલોજીAI ના ખતરા પર જેડી વેન્સનો ટેક કંપનીઓ પર પ્રહાર: પહેલા રાક્ષસ...

AI ના ખતરા પર જેડી વેન્સનો ટેક કંપનીઓ પર પ્રહાર: પહેલા રાક્ષસ બનાવ્યો, હવે મદદ માગો છો

વોશિંગ્ટન, 16 સપ્ટેમ્બર 2026: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના ઝડપી વિકાસ અને તેનાથી ઉદ્ભવતા ખતરા અંગે સમગ્ર વિશ્વમાં ચર્ચા ઘેરી બની છે. એન્થ્રોપિક, ઓપનએઆઈ, માઈક્રોસોફ્ટ અને ગૂગલ જેવી અગ્રણી ટેક કંપનીઓના વડાઓ સાર્વજનિક મંચો પરથી એઆઈની સ્પીડ પર લગામ લગાવવા અને સરકારી નિયમો લાવવાની અપીલ કરી રહ્યા છે. જોકે, આ મુદ્દે અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે ટેક દિગ્ગજોના બેવડા વલણ પર આકરા પ્રહારો કરીને તેમને અરીસો બતાવ્યો છે.

ખ્યાતનામ ‘ઓલ-ઈન પોડકાસ્ટ’ દરમિયાન વાતચિત કરતી વખતે જેડી વેન્સે એઆઈ ડેવલપર્સની સખત આલોચના કરી હતી. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે એઆઈ ઈકોનોમીના શિખર પર બેઠેલા લોકો અચાનક હાથ ઊંચા કેમ કરી રહ્યા છે? વેન્સે જણાવ્યું હતું કે આ કંપનીઓ પહેલા ‘ફ્રેન્કેન્સ્ટાઈન’ જેવો ભયાનક દૈત્ય ઊભો કરે છે અને પછી દાવો કરે છે કે એઆઈ માટે વૈશ્વિક નિયમનકારી માળખું જ તેનો ઉકેલ છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ટેક લીડર્સને કહ્યું કે જો તેઓ કોઈ ખતરનાક સિસ્ટમ બનાવી રહ્યા હોય તો તેમણે તરત જ અટકી જવું જોઈએ અને ટેકનોલોજી તેમના નિયંત્રણ બહાર ગઈ હોય તો સરકાર તરફ જોવાને બદલે પોતે જ તેના સુરક્ષા મિકેનિઝમ વિકસાવવા જોઈએ.

પોતાની વાત રજૂ કરતી વખતે તેમણે એન્થ્રોપિકના સીઈઓ ડારિયો અમોદેઈનો ઉલ્લેખ કર્યો હતો. વેન્સે સ્વીકાર્યું કે ડારિયોની ચિંતાઓ ગંભીર હોઈ શકે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. તેમણે ઉમેર્યું કે એન્થ્રોપિકના નવા એઆઈ મોડલથી અત્યંત ખતરનાક સાયબર હેકિંગ ટૂલ્સ સામે આવી રહ્યા છે. જ્યારે અન્ય કંપનીઓ પોતાના બચાવ માટે સુરક્ષા સાધનોની માંગ કરે છે ત્યારે તેમને તે આપવામાં આવતા નથી.

  • ટ્રમ્પે પણ અગાઉ એઆઈ બાબતે વ્યક્ત કરી હતી ચિંતા

આ સમગ્ર વિવાદ ત્યારે વધુ ગંભીર બન્યો હતો જ્યારે એન્થ્રોપિકના વડા ડારિયો અમોદેઈએ એઆઈના વિકાસને ધીમો કરવાની જાહેરમાં વકાલત કરી હતી. તેમના આ વલણને ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન, માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નાડેલા અને ગૂગલના ડેમિસ હસાબીસ જેવા દિગ્ગજોએ પણ સમર્થન આપ્યું હતું. વધુમાં, તાજેતરમાં એન્થ્રોપિકના સંશોધક જેકબ કોક્સને પણ કંપની એડવાન્સ સિસ્ટમ્સ બનાવવાની અંધાધૂંધ દોડમાં સામેલ હોવાનો આરોપ મૂકી રાજીનામું આપ્યું હતું.

બીજી તરફ, લોસ એન્જેલ્સમાં આયોજિત ઓલ-ઈન સમિટ દરમિયાન એનવિડિયાના સીઈઓ જેન્સન હુઆંગ સાથેની ફોન વાતચીતમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એઆઈના જોખમો અંગેની આશંકાઓને ફગાવી દીધી હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે એઆઈના કારણે રોબોટ્સ દુનિયા પર કબજો કરી લેશે કે માનવતા ખતરામાં મુકાશે તેવી વાતોને જરૂર કરતાં વધુ ચગાવવામાં આવી રહી છે.

ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું કે અમેરિકાએ એઆઈ ઈનોવેશનની રેસમાં ચીનથી આગળ રહેવું પડશે. જો અમેરિકા પોતાની સ્પીડ ધીમી કરશે તો ચીન તેનો ફાયદો ઉઠાવીને આગળ નીકળી જશે. તેથી ટેકનોલોજીની સ્પીડ રોકવી એ અમેરિકાના હિતમાં નથી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular