Homeગુજરાતીલોકસભા ચૂંટણીઃ કોંગ્રેસે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી

લોકસભા ચૂંટણીઃ કોંગ્રેસે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાવાની છે જેને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરીને ચૂંટણી પ્રચાર તેજ બનાવ્યો છે. આ ઉપરાંત ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાને પણ ઝડપી બનાવવામાં આવી છે. દરમિયાન કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે. આ યાદીમાં પાંચ નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજસ્થાન માટે 4 અને તમિલનાડુ માટે 1 ઉમેદવારનું નામ જાહેર કરવમાં આવ્યું છે.

આ યાદીમાં રાજસ્થાનની અજમેર બેઠકથી રામચંદ્ર ચૌધરી, રાજસમંદથી સુદર્શન રાવત, ભીલવાડાથી ડો. દામોદર ગુર્જર અને કોટાથી પ્રહલાદ ગુંજલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે તમિલનાડુની તિરુનેલવેલી લોકસભા સીટ પરથી એડવોકેટ સી. રોબર્ટ બ્રુસને ટિકિટ આપવામાં આવી છે. તેમજ કોંગ્રેસે અત્યાર સુધીમાં 193 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img