અમદાવાદમાં સરદાર પટેલ એરપોર્ટ પર રનવેની સમાંતર ટેક્સી વે બનાવાશે, 100 મકાનો તોડાશે

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર રોજબરોજ પ્રવાસી ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. જેના લીધે અનેક ફ્લાઈટસનું આવન-જાવન હોવાથી રન-વે પણ ફ્લાઈટ્સના ટેકઓફ અને લેન્ડિંગમાં વ્યસ્ત રહેતો હોય છે. હવે રન-વેની બાજુમાં ટેક્સી વે બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને ટેક્સી-વે લંબાવવા માટે એરપોર્ટની બગલમાં આવેલા સરદારનગર એરિયાના નડતરરૂપ 100 મકાનો તો઼ડાશે, આ […]

MBBSમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા પૂર્ણ, અસહ્ય ગરમીમાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ શેકાયા

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત મહાનગરોમાં એમબીબીએસમાં પ્રવેશ માટેની યુજી નીટની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. આ પરીક્ષા રાષ્ટ્રિય લેવલે ગુજરાત સહિત દેશભરમાં લેવામાં આવી હતી. જેમાં  1.10 લાખ બેઠકો સામે 24 લાખ વિદ્યાર્થીના રજિસ્ટ્રેશન થયાં હતા. અમદાવાદ શહેરમાં પણ 21 જેટલાં સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતુ. સવારના 11:00 વાગ્યાથી જ પરીક્ષાર્થીઓને કેન્દ્રમાં પ્રવેશ […]

ગુજરાતમાં 5 દિવસ હીટવેવની આગાહી, અમદાવાદમાં કાલે 42 ડિગ્રી તાપમાન રહેશે

અમદાવાદઃ ગુજરાતમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. અને અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી જવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં હોટ એન્ડ હ્યુમિડ વેધર એટલે કે ગરમ ભેજયુક્ત પવન ફૂંકાવાની સાથે અનુભવ ડિસ્કમ્ફર્ટનો અનુભવ થશે. પોરબંદર, ભાવનગર, સુરત  સહિતના શહેરોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના […]

અમદાવાદમાં ક્ષત્રિય સમાજની ધર્મરથ યાત્રામાં રાજપૂતોએ લગાવ્યા જય ભવાનીના નારા

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીમાં રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ઉચ્ચરણો સામે ક્ષત્રિય સમાજના નારાજગી બાદ રૂપાલાની ટિકિટ રદ ન કરાતા ક્ષત્રિય સમાજે ભાજપ સામે બાંયો ચડાવી છે. અને દરેક ક્ષેત્રમાં ક્ષત્રિય સમાજને જાગૃત કરવા માટે ધર્મ રથયાત્રાઓનું આયોજન કરાયું હતું. જેમાં અમદાવાદ શહેરમાં નરોડાથી વસ્ત્રાલ સુધી યોજાયેલી ક્ષત્રિય સમાજની ધર્મયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. […]

પાકિસ્તાની નેતા રાહુલ ગાંધીના વખાણ કરે તે ભારત માટે ચિંતાનો વિષયઃ રાહનાથ સિંહ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ મંત્રી ચૌધરી ફવાદ હુસૈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીના વખાણ કરતા ભારતીય રાજકારણમાં વધારો આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપાના નેતાઓ દ્વારા આ મામલે કોંગ્રેસ ઉપર સતત આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં આ મામલે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પાસે જવાબ માંગવામાં આવી રહ્યો છે. દરમિયાન કેન્દ્રીય […]

લોકસભા ચૂંટણીઃ ત્રીજા તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ શાંત, મંગળવારે મતદાન યોજાશે

નવી દિલ્હીઃ ભારતમાં હાલ લોકસભા ચૂંટણી માટે સમગ્ર દેશમાં જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. દેશમાં સાત તબક્કામાં મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ અને બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જ્યારે ગુજરાત સહિત 11 જેટલા રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠકો ઉપર તા. 7મી મેના રોજ મતદાન યોજાશે. જેનો ચૂંટણીપ્રચાર આજે સાંજે શાંત પડ્યો હતો. ગુજરાતની 25 […]

ખેડબ્રહ્મા શહેરમાં ભાજપ યુવા પાંખ દ્રારા બાઈક રેલી નીકળી

ખેડબ્રહ્મા : રાજ્યની 26 બેઠકોની લોકસભાની ચુંટણી તા.7 ના રોજ યોજાનાર છે ત્યારે હવે રાજકીય પક્ષોના હવે છેલ્લી ઘડીના પ્રચાર દરમ્યાન ખેડબ્રહ્મા શહેર અને તાલુકા યુવા મોરચા ભાજપ દ્રારા આજે બાઈક રેલી નીકળી હતી. યાત્રાધામ ખેડબ્રહ્માના અંબિકા માતાજીથી આશરે 100 બાઈક સાથે રેલીનુ પ્રસ્થાન કરવામાં આવ્યુ હતુ જે શહેરના બસ સ્ટેશન, ગામ વિસ્તાર, સ્ટેશન રોડ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code