Homeગુજરાતીદેશ-વિદેશદુબઈથી ઇઝરાયેલ જતી ફ્લાઈટ હાઈજેક થયાની આશંકાને પગલે દોડધામ, સાઉદી અરેબિયામાં વિમાનનું...

દુબઈથી ઇઝરાયેલ જતી ફ્લાઈટ હાઈજેક થયાની આશંકાને પગલે દોડધામ, સાઉદી અરેબિયામાં વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ

દુબઈ, 30 સપ્ટેમ્બર 2026: દુબઈથી ઇઝરાયેલના તેલ અવીવ જઈ રહેલી ‘ફ્લાઈદુબઈ’ એરલાઈન્સની એક ફ્લાઈટમાં બુધવારે સવારે હવામાં જ કટોકટી સર્જાતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આશરે 180 જેટલા ઇઝરાયેલી મુસાફરોને લઈને ઉડેલું આ વિમાન અચાનક પોતાના નિર્ધારિત રૂટથી ભટકી જતાં જ હાઈજેકની આશંકા સેવાઈ હતી અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જોકે, પ્રાથમિક અહેવાલો મુજબ બંને પાયલોટ વચ્ચે હવામાં થયેલા ગંભીર ઝઘડાના કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, ફ્લાઈટ દરમિયાન અચાનક બંને પાયલોટ વચ્ચે કોઈ બાબતે તીવ્ર વિવાદ શરૂ થઈ ગયો હતો. આ ઘર્ષણ દરમિયાન વિમાનનો રૂટ બદલાઈ ગયો હતો અને તેલ અવીવ જવાને બદલે વિમાન સાઉદી અરેબિયાની સીમા તરફ આગળ વધવા લાગ્યું હતું. વિમાન રડાર પરથી રૂટ બદલતું દેખાતાં જ ઉડ્ડયન સુરક્ષા એજન્સીઓમાં સસંવાય અને હાઈજેકિંગનો ભય ફેલાઈ ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિમાનને તાકીદે સાઉદી અરેબિયા તરફ ડાયવર્ટ કરીને ત્યાં સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું હતું. એવિએશન ઓથોરિટીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાનના સુરક્ષિત લેન્ડિંગ બાદ જ હવાઈ સફર દરમિયાન વાસ્તવમાં શું બન્યું હતું તેનો ચોક્કસ તાગ મેળવી શકાશે.

  • હાઈજેકની અફવા ફેલાઈ, તપાસ શરૂ

વિમાનના માર્ગમાં અચાનક ફેરફાર અને ઇમરજન્સીની સ્થિતિને કારણે શરૂઆતમાં હાઈજેકની આશંકાથી ભારે હડકંપ મચી ગયો હતો. જોકે, અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હાલ પૂરતી હાઈજેકની કોઈ પુષ્ટિ થઈ નથી અને પાયલોટ્સ વચ્ચેનો આંતરિક વિવાદ જ મુખ્ય કારણ હોવાનું મનાઈ રહ્યું છે. સાઉદી અરેબિયામાં લેન્ડિંગ બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા પાયલોટ અને ક્રૂ મેમ્બર્સની પૂછપરછ કરી ઘટનાનું સાચું કારણ જાણવા ઊંડી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular