Homeગુજરાતીગુજરાતરાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

  • રાજકોટમાં અસામાજિક તત્વોની ધમાલ
  • વાહનોમાં કરી તોડફોડ
  • સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

રાજકોટ: શહેરમાં અસામાજિક તત્વોનો આતંકનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે લોકો કેટલાક વાહનોમાં તોડફોડ કરતા જોવા મળી રહ્યા છે. જાણકારી અનુસાર થોડા સમય પહેલા પણ આ પ્રકારના વીડિયો સામે આવ્યા છે. આ વખતે અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી છે તે રાજકોટ પ્રદેશ ભાજપના નેતા ઉદય કાનગડના ઘર પાસેની ગાડીઓમાં કરવામાં આવી છે.

જે વીડિયો હાલ સામાન્ય લોકોની સામે આવ્યા છે તેમાં ત્રણ લોકો જોવા મળી રહ્યા છે કે જેઓ દ્વારા તોડફોડ કરવામાં આવી રહી હોય. આ લોકો દ્વારા ચાર કાર અને એક બુલેટમાં તોડફોડ કરવામાં આવી છે અને આ લોકો વિરુદ્ધ જલ્દીથી પોલીસ કોઈ એક્શન લે તેવી શક્યતા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular