1. Home
  2. ગુજરાતી
  3. ‘ખતરો કે ખેલાડી સિઝન 12’ ના સ્પર્ધકોમાં ‘અનુપમા’ની નણંદ મુક્કુ પણ જોવા મળશે,-જાણો શોના આ 13 કન્ફર્મ ખેલાડીના નામ
‘ખતરો કે ખેલાડી સિઝન 12’ ના સ્પર્ધકોમાં ‘અનુપમા’ની નણંદ મુક્કુ પણ જોવા મળશે,-જાણો શોના  આ 13 કન્ફર્મ ખેલાડીના નામ

‘ખતરો કે ખેલાડી સિઝન 12’ ના સ્પર્ધકોમાં ‘અનુપમા’ની નણંદ મુક્કુ પણ જોવા મળશે,-જાણો શોના આ 13 કન્ફર્મ ખેલાડીના નામ

0
Social Share
  • ખતરો કે ખેલાડી સિઝન 12ની થશે શરુઆત
  • 13 ખેલાડીઓના નામ થયા કન્ફર્મ

 

મુંબઈઃ-  રિયાલિટી શો ખતરો કે ખેલાડીના ચાહકો આતુરતાથી સિઝન 12ની રાહ જોઈ રહ્યા છએ આવી સ્થિતિમાં આ શો માટેના કન્ફર્મ સ્પર્ધોકોની યાદી જાહર કરવામાં આવી ચૂકી છે,સસિલેક્ટ કરાયેલા આ 13 સ્પર્ધોકો કેપ્ટાઉન માટે જવા થોડા સમયમાં રવાના થશે,ઉલ્લેખનીય છે કે આ સિઝન પણ આફ્રીકા સ્થિતિ કેપ્ટાઉનમાં શૂટ કરવામાં આવશે.

રોહિત શેટ્ટીનો બહુપ્રતિક્ષિત રિયાલિટી શો ખતરોં કે ખિલાડી 12ના મેકર્સ દ્વારા શોના કલાકારોના નામ ફાઈનલ કરી દેવામાં આવ્યા છે. છેલ્લા 2-3 મહિનામાં ટીવી ઈન્ડસ્ટ્રીના તમામ કલાકારોના નામ આ શો સાથે જોડાયેલા હતા. ખતરોં કે ખિલાડી 12 ના નિર્માતાઓ દરેક વખતે શોને હિટ બનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરે છે અને આ માટે તેઓ મોટા કલાકારોને મોટી રકમ ચૂકવવા તૈયાર છે.

હાલમાં જ આ શો સાથે રૂબીના દિલાઈક, મુનાવર ફારુકી, પ્રતિક સહજપાલ અને જન્નત ઝુબેર સહિત ઘણા લોકોના નામ જોડાયા હતા. હવે આ શોના સ્પર્ધકોની અંતિમ યાદી નિર્માતાઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે.

રોહિત શેટ્ટીના શો ખતરોં કે ખિલાડી 12 ના નિર્માતાઓએ આ વખતે ઘણા જાણીતા ટીવી કલાકારોના નામની પુષ્ટિ કરી છે. પ્રતિક સહજપાલ, શિવાંગી જોશી, અનેરી વજાની, કનિકા માન, મોહિત મલિકના નામ આ યાદીમાં સામેલ છે. ઉલ્લેખનીય છે કે  આ શો માટે બિગ બોસ ફેમ રાજીવ અદાતિયા, ચેતના પાંડે, તુષાર કાલિયા, નિશાંત ભટ્ટ, સૃતિ ઝા, રૂબિના દિલૈક, ફૈઝલ શેખ અને એરિકા પેકાર્ડના નામ પણ કન્ફર્મ કરવામાં આવ્યા છે.

આ તમામ કલાકારો ખતરોં કે ખિલાડી 12 ના શૂટિંગ માટે 27 મેની આસપાસ કેપટાઉન જવા રવાના થશે. આ વખતે શોનું શૂટિંગ કેપટાઉનમાં જ થશે. લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર, રોહિત શેટ્ટીના શોનું શૂટિંગ અહીં લગભગ 55 દિવસ ચાલવાનું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કેપટાઉન જતા પહેલા તમામ સ્પર્ધકોને થોડા દિવસો માટે ક્વોરેન્ટાઇન કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code