1. Home
  2. ગુજરાતી
  3. આ રાજ્ય હવે દારૂના કારોબાર પર ડ્રોનથી રાખશે નજરઃ હોમ ડિલીવરી કરનારા થશે જેલ ભેગા
આ રાજ્ય હવે દારૂના કારોબાર પર ડ્રોનથી રાખશે નજરઃ હોમ ડિલીવરી કરનારા થશે જેલ ભેગા

આ રાજ્ય હવે દારૂના કારોબાર પર ડ્રોનથી રાખશે નજરઃ હોમ ડિલીવરી કરનારા થશે જેલ ભેગા

0
Social Share
  • બિહારમાં દારૂના ઘંઘો કરતા પર ડ્રોન રાખશે જનર
  • હોમ ડિલીવરી કરનારાઓને થશે જેલ

પટનાઃ- સમગ્ર દેશમાં કેટલાક રાદ્યોમાં ખુલ્લે આમ દારુની તસ્કરી થતી હોવાની ઘટાનાઓ સામે આવી રહી છે, કેટલાક રાજ્યોમાં દારુ પર પ્રતિબંધ ગોવા છત્તા દારુ વેચવામાં આવી રહ્યો છે તો કેટલાક રાજ્યોમાં ઘર બ્ઠા દારુ પહોંચાડવાની સુવિધાઓ બૂટલેગર દ્વારા આપવામાં આવી રહી છે. ત્યારે હવે બિહારહ રાજ્ય આ બાબતે કડક પગલા લઈ રહ્યું છે.ત્યારે હવે બિહારમાં દારૂબંધી બાદ પણ હવે ઘરે ઘરે હોમ ડિલિવરી કરતા ધંધાર્થીઓ પર ડ્રોન દ્વારા નજર રાખવામાં આવશે,આ બાબતે મળતી માહિતી પ્રમાણે એક ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. તેમની માંગ પર જિલ્લાઓને ટૂંક સમયમાં ડ્રોન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ બાબતને લઈને આબકારી કમિશનરે જણાવ્યું હતું કે જંગલ, પર્વત વિસ્તારમાં ડ્રોન દ્વારા ખાસ દેખરેખ રાખવામાં આવશે. આ સાથે, શહેરોમાં અમુક વિસ્તારોને ઓળખવામાં આવશે અને ઓનલાઈન સિસ્ટમ દ્વારા મોનિટર કરવામાં આવશે.

આબકારી કમિશનરે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે પ્રતિબંધના ભંગ બદલ પકડાયેલા લોકોની ઝડપી સજા અથવા કેસના નિકાલ માટે 31 કાનૂની સલાહકારોની નિમણૂક કરવામાં આવી છે. જો પોલીસ બ્રેથ-એનાલાઈઝર વડે તમારા આલ્કોહોલનું પરીક્ષણ કરે છે, તો તમે બ્રેથ-એનાલાઈઝરની પાઈપ બદલવા માટે કહી શકો છો. આ પાઇપ યુઝ એન્ડ થ્રોના સિદ્ધાંત પર કામ કરે છે. તેમણે કહ્યું કે વિભાગમાં આ પાઈપની કોઈ કમી નથી. જિલ્લાઓને જરૂરિયાત મુજબ પુરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે.

કમિશનરે કહ્યું કે આ કાર્યવાહીથી દારૂ માફિયાઓમાં હલચલ મચી ગઈ છે. દારૂબંધી વિભાગના અધિક મુખ્ય સચિવના મોબાઈલ પર મેસેજના પૂરના કારણે તેમનો ફોન હેંગ થઈ ગયો છે, વોટ્સએપ ક્રેશ થઈ ગયું છે.

આબકારી કમિશનરે જણાવ્યું હતું કે જિલ્લાઓમાં એન્ટી લીકર ટાસ્ક ફોર્સને મજબૂત કરવામાં આવી રહી છે. ઘણા જિલ્લાઓમાં આઠથી દસ ટાસ્ક ફોર્સ કાર્યરત છે. તેઓ ગોપનીય માહિતીના આધારે ઝડપી પહેલ કરી રહ્યા છે. જેમાં હોમગાર્ડ જવાનોની સેવાઓ પણ લેવામાં આવી રહી છે. દરેક જિલ્લામાં એક્સાઇઝ વિભાગની ટીમને સંસાધનથી સમૃદ્ધ બનાવવામાં આવી રહી છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code