Homeગુજરાતીદેશ-વિદેશયુએસ પ્રતિનિધિ સભામાં રશિયા અને ઈરાન પર નવા પ્રતિબંધોનું બિલ પસાર: ભારત-ચીન...

યુએસ પ્રતિનિધિ સભામાં રશિયા અને ઈરાન પર નવા પ્રતિબંધોનું બિલ પસાર: ભારત-ચીન પર ટેરિફનું જોખમ

વોશિંગ્ટન, 17 સપ્ટેમ્બર 2026: યુએસ પ્રતિનિધિ સભાએ રશિયા અને ઈરાન પર વધુ કડક આર્થિક પ્રતિબંધો લાદવા માટેના એક મહત્ત્વના બિલને લીલી ઝંડી આપી દીધી છે. બુધવારે યોજાયેલા મતદાનમાં બિલના પક્ષમાં ૨૬૨ અને વિરોધમાં 159 મત પડ્યા હતા. 61 પાનાનું આ બિલ અગાઉ અમેરિકી સેનેટમાં પણ 86-11 ના જંગી બહુમતીથી પસાર થઈ ચૂક્યું છે. જુલાઈમાં અચાનક અવસાન પામેલા સેનેટર લિંડસે ગ્રાહમના માનમાં આ બિલનું નામ ‘લિંડસે ઓ. ગ્રાહમ સેન્ક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઓફ 2026’ રાખવામાં આવ્યું છે. આ બિલ હવે આખરી મંજૂરી અને હસ્તાક્ષર માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે મોકલવામાં આવ્યું છે.

આ બિલનો મુખ્ય હેતુ યુક્રેન સામે 2022થી ચાલી રહેલા યુદ્ધ માટે રશિયાને મળતા નાણાકીય ભંડોળને રોકવાનો છે. બિલ હેઠળ રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ અને ગેસ ખરીદનારા ત્રીજા દેશો પર આર્થિક દબાણ લાવવાની જોગવાઈ છે. આ કાયદા દ્વારા અમેરિકી રાષ્ટ્રપતિને રશિયન ઊર્જા ખરીદતા દેશોની વસ્તુઓ પર 100 ટકા સુધીનો ટેરિફ (ચાર્જ) લાદવાની સત્તા મળી શકે છે, જેનાથી ભારત અને ચીન જેવા દેશો પર અસર પડી શકે છે.

  • બિલની ૭ મુખ્ય બાબતો

ટેરિફની સત્તા: રાષ્ટ્રપતિ રશિયા પાસેથી ઊર્જા ખરીદતા દેશો પર 100% સુધીનો ટેરિફ લાદી શકે છે.
મર્યાદિત પ્રસ્તાવ: સીએસઆઈએસ અનુસાર, આ જોગવાઈ 2025 ના પ્રસ્તાવિત 500 % ટેરિફની સરખામણીએ વધુ મર્યાદિત છે.
રાહતની જોગવાઈ: રશિયાના વાર્ષિક નેચરલ ગેસ નિકાસના 15 %થી ઓછી આયાત કરનારા અને રશિયન ઊર્જા પર નિર્ભરતા ઘટાડતા દેશોને છૂટછાટ મળી શકે છે.
ચીન પર જોખમ: એટલાન્ટિક કાઉન્સિલના જણાવ્યા મુજબ, ચીન રશિયન તેલ ખરીદવાનું ચાલુ રાખશે તો તેના સામાન પર રાષ્ટ્રીય સુરક્ષાના આધારે 100% ટેરિફ લાગી શકે છે.
અધિકારીઓ પર સિકંજો: રશિયન સરકારી અધિકારીઓ, અબજોપતિઓ અને તેમના પરિવારો પર પણ પ્રતિબંધની જોગવાઈ છે.
ઈરાન પર સિકંજો: ટ્રમ્પની વિનંતીથી ઈરાનના હથિયાર અને ઊર્જા ક્ષેત્રનું ફંડિંગ ઘટાડવાના અધિકારો પણ વિસ્તારવામાં આવ્યા છે.
ભારત પર તાત્કાલિક અસર નહીં: ભારત પર હાલ 100% ટેરિફ લાગુ થયો નથી; બિલ માત્ર રાષ્ટ્રપતિને પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવાની સત્તા આપે છે.

  • ભારત અને ચીન માટે શું છે સ્થિતિ?

ભારત અને ચીન રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ઊર્જા ખરીદે છે, જેથી આ કાયદાની સંભવિત અસરને લઈને બંને દેશો ચર્ચામાં છે. જોકે, બિલ પસાર થવાનો અર્થ એ નથી કે ભારત પર તાત્કાલિક ટેરિફ લાગી ગયો છે. જે દેશો રશિયન ઊર્જા પર નિર્ભરતા ઘટાડવા માટે સક્રિય પગલાં લઈ રહ્યા છે તેમને મુક્તિ મળવાની શક્યતા ખુલ્લી રાખવામાં આવી છે.

  • અમેરિકી સાંસદોમાં મિશ્ર પ્રતિક્રિયા

હાઉસ સ્પીકર માઈક જ્હોન્સને જણાવ્યું હતું કે, “હું હંમેશા રશિયા પરના પ્રતિબંધોના પક્ષમાં રહ્યો છું અને હવે આપણી પાસે આ માટે સર્વસંમતિ છે.” બીજી તરફ, કેટલાંક ડેમોક્રેટ સાંસદોએ ચિંતા વ્યક્ત કરી હતી કે આ બિલથી રાષ્ટ્રપતિને ટેરિફ લાદવાની ખૂબ જ વ્યાપક સત્તાઓ મળી જશે. ‘રઝોમ ફોર યુક્રેન’ સંસ્થાના ડેનિયલ બાલ્સને આ બિલને આવકારતાં જણાવ્યું કે, યુક્રેનના ઊર્જા માળખા પર રશિયન હુમલા વધી રહ્યા છે ત્યારે આ પગલું અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular