Nationalગુજરાતી

દેશની વાયુસેનાને મદદરુપ થશે ઉત્તરપ્રદેશ, પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર બનાવાઈ હવાઈ પટ્ટી

  • ઉત્તરપ્રદેશ 2 એક્સપ્રેસ વે પર હવાઈ પટ્ટી ધરાવતું દેશનું પહેલું રાજ્ય બન્યું
  • એરફોર્સને મળશે મદદ
  • પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર 3,300 મીટર લાંબો રનવે બનાવાયો
  • હવે ભારતીય વાયુસેના તેનું પરિક્ષણ કરશે

ઉત્તરપ્રદેશમાં હાલમાં ચાલી રહેલા એક્સપ્રેસ વે નિર્માણ કાર્યની વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ત્યાં બની રહેલ પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર 3,300 મીટર લાંબો રનવે બનાવવામાં આવ્યો છે. આ સાથે ઉત્તરપ્રદેશ દેશનું પહેલું એવું રાજય બન્યું છે, જેના બે એક્સપ્રેસવે પર એરફોર્સના વિમાન ઉતરી શકે અને ટેકઓફ કરી શકે તેવો રનવે બનાવવામાં આવ્યો છે. તેની મદદથી ફાઇટર પ્લેન ઇમરજન્સી લેન્ડિંગ પણ કરી શકે છે.

યુપી સરકારના અધિક મુખ્ય સચિવ અવનીશકુમાર અવસ્થીએ કહ્યું કે, પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું કામ ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે. એક્સપ્રેસ વે પર કુરેભર નજીક 3,300 મીટર રનવેનું કામ પૂર્ણ થઈ ગયું છે. અહીં પણ કટેગિરિના એરક્રાફ્ટને લેન્ડ કરવામાં આવી શકાય છે. ટૂંક સમયમાં ભારતીય વાયુસેના તેનું પરીક્ષણ કરશે.

યુપીમાં પહેલી હવાઈ પટ્ટી લખનઉ-આગ્રા એક્સપ્રેસ વે પર બનાવવામાં આવી હતી. હવે બીજો પૂર્વાંચલ એક્સપ્રેસ વે તૈયાર છે. બંને હવાઈ પટ્ટી માં ઇમર્જન્સી લેન્ડિંગ છે. અને ટેક ઓફની પણ વ્યવસ્થા છે. લખનઉ-આગ્રા એક્સપ્રેસ વેની હવાઈ પટ્ટી પર ભારતીય વાયુસેનાએ મિરાજ 2000, જગુઆર, સુખોઇ 30 અને સુપર હર્ક્યુલીસ વિમાન ઉતરાણ દ્વારા પરીક્ષણ કર્યું હતું. આ એક્સપ્રેસની મદદથી સમગ્ર ઉત્તર યુપીને જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ભારતીય વાયુ સેનાના હિંડન અને આગ્રા એરબેઝ જો જરૂર પડે તો આ એક્સપ્રેસવેનો હવાઈ પટ્ટી તરીકે ઉપયોગ કરી શકશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે,જો ચીન અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે યુદ્ધ થાય છે,તો આ હવાઈ પટ્ટીઓ પણ મહત્વની ભૂમિકા ભજવશે.

-દેવાંશી

Related posts
Regionalગુજરાતી

અમદાવાદના સોલા વિસ્તારમાં બર્ડ ફ્લૂનો કેસ નોંધાયો: 10 કિમી સુધીના વિસ્તાર માટે આ નિયમ લાગુ

સોલા વિસ્તારમાં નોંધાયો બર્ડ ફ્લૂનો કેસ તકેદારીના ભાગરૂપે કલેક્ટરનું જાહેરનામું 10 કિમી સુધીના વિસ્તાર માટે નિયમો ઇંડા અને ખાદ્ય પદાર્થને નષ્ટ કરવા…
Regionalગુજરાતી

હવે ગીરના સિંહોએ શિકાર માટે જંગલની બહાર નહીં ભટકવું પડે, આવી રહ્યો છે આ પ્રોજેક્ટ

રાજ્ય સરકારના વર્ષ 2021ના બજેટમાં સિંહ સંરક્ષણ માટે 11 કરોડની જોગવાઇ છે હવે સિંહોએ શિકાર કરવા માટે જંગલની બહાર જવાની આવશ્યકતા નહીં…
Nationalગુજરાતી

જમ્મુ-કાશ્મીરના બારામુલામાં આતંકીઓ સંતાયા હોવાની બાતમીના આધારે સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ઘર્યુ

દિલ્હી – જમ્મુ કાશ્મીર કે જેને દેશની જન્નત ગણવામાં આવ છે, જ્યા દુશ્મન દેશ પાકિસ્તાન તરફથી અવાર નવાર નાપાક કાવતરાને અંજામ આપીને…

Leave a Reply