મુંબઈ એરપોર્ટ ઉપર મુસ્લિમ ટેક્સી ચાલકો નમાજ અદા નહીં કરી શકે
મુંબઈ, 27 ફેબ્રુઆરી 2026: મુંબઈ એરપોર્ટ ખાતે મુસ્લિમ ટેક્સી ચાલકોને નમાજ અદા કરવાની માંગણી સુરક્ષાના કારણોસર ના મંજુરી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. રાજ્ય સરકાર અને એમએમઆરડીએએ એરપોર્ટની બહાર શેડમાં નમાજ પઠવા માટે મંજુરી આપવા અસમર્થતા વ્યક્ત કરી હતી. જો કે, મુંબઈ હાઈકોર્ટએ વૈકલ્પિક સ્થાન શોધવા માટે વિચાર કરવા માટે કહ્યું છે, પરંતુ સુરક્ષાને કારણોસર ચાલકોને નજીકની મસ્જિદ જવાની વિનંતી કરાઈ છે. સમગ્ર મુદ્દાની સુનાવણી કરતા હાઈકોર્ટે એમએમઆરડીએ પાસે માંગ્યો હતો. પોતાના જવાબમાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, એરપોર્ટ ઉપર નમાજ પઠવાની મંજુરી આપવી સંભવ નથી. રાજ્ય સરકારે કોર્ટમાં કહ્યું કે, ટેક્સી અને કેબ ડ્રાઈવર નજીકની મસ્જિદોમાં જઈને નમાજ અદા કરી શકે છે. હાઈકોર્ટમાં આ મામલાની સુનાવણી તા. 4 માર્ચના રોજ યોજાશે.
મુંબઈ હાઈકોર્ટમાં રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું હતું કે, સુરક્ષાના કારણોસર છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની બહાર શેડ બનાવીને રમઝાન અને અન્ય દિવસોમાં રિક્ષા, ટેક્સી અને કેબ ચાલકોને નમાજ અદા કરવાની મંજુરી આપવી સંભવ નથી. ન્યાયમૂર્તિ બી.પી.કોલાબાવાલા અને ન્યાયમૂર્તિ ફિરદોસ પુનિવાલાની બેંચએ રાજ્ય સરકાર અને એમએમારડીએને નિર્દેશ કર્યો હતો કે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને વૈકલ્પિક સ્થળની પસંદગી ઉપર સંભવ હોય તો વિચારણા કરે, જેથી રમઝાન મહિનામાં ટેક્સી ચાલકો અને યાત્રિકો નમાઝ અદા કરી શકે.
રાજ્ય સરકાર તરફથી અદાલતમાં રજુઆત કરાઈ હતી કે, સંબંધિત વિસ્તાર હાઈસિક્યુરિટી ઝોનમાં છે અહીં સંભવિત ખતરાની આશંકા બનેલી રહે છે. એરપોર્ટ અને આસપાસના વિસ્તારની જવાબદારી પોલીસ પર છે. અરજદારના જણાવ્યા અનુસાર દરરોજ પાંચ વક્તની નમાજ અદા કરવામાં આવે છે જેમાં 1500થી 2000 લોકો સામેલ થાય છે. આટલી મોટી સંખ્યામાં લોકોને દિવસમાં પાંચ વખત એકત્ર થવાની સુરક્ષા વ્યવસ્થા બનાવી રાખવી પોલીસ માટે ખુબ જ મુશ્કેલ બની રહે છે.
એરપોર્ટનું સંચાલન કરતી સંસ્થા તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, પ્રસ્તાવિત સ્થલની નજીક જ 3 મસ્જિદ છે જે પૈકી એક મસ્જીક લગભગ એકાદ કિમીના અંત પર છે. અહીંથી પગપાળા જતા માત્ર 15 મિનિટનો જ સમય લાગે છે. જ્યારે બીજી મસ્જિદ 1.3 કિમી દૂર છે જ્યાં પહોંચવામાં લગભગ 18 મિનિટ થાય છે. જ્યારે ત્રીજી મસ્જિદ 3થી 4 કિમી દૂર છે.
ખંડપીઠે નોંધ્યું કે, સુરક્ષા સાથે સમાધાન કર્યા વિના કોઈ વૈકલ્પિક વ્યવસ્થા સંભવ છે કે નહીં તે જોવુ જોઈએ. એટલું જ નહીં માત્ર રમઝાન મહિના પુરતી જ અસ્થાયી મંજુરી આપવા માટે વિચાર કરી શકાય છે. બાદમાં સ્થળને પુર્વ સ્થિતિમાં લાવી શકાય. જો કે, સરકારી વકીલે જણાવ્યું હતું કે, ચાલકો પાસે પોતાનુ વાહન હોય છે જેથી તેઓ નજીકની મસ્જિદ પર જઈને નમાજ અદા કરી શકે છે.
આ પણ વાંચોઃ લોનની બાકી રકમ મામલે લોન લેનાર જેટલી જ જવાબદારી ગેરન્ટરની રહેશે


