અમદાવાદ, 8 ઓગસ્ટ 2026 : Heavy rain forecast for the next two days ગુજરાતમાં આજે શનિવારથી બે દિવસ ફરીવાર વરસાદી માહોલ સર્જાશે. હવામાન વિભાગે આગામી શનિવાર અને રવિવારે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફના કારણે દક્ષિણ-પશ્ચિમના ભેજવાળા પવનો સક્રિય થતાં રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાશે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો છે. જો કે, હવે ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતા આજે શનિવારથી રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાશે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરી છે. તો બીજીતરફ હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડની આગાહી કરી છે.
હવામાન વિભાગે આગામી શનિવાર અને રવિવારે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગરમાં પ્રતિ કલાક 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે. રવિવાર અને સોમવારે પણ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફના કારણે દક્ષિણ-પશ્ચિમના ભેજવાળા પવનો સક્રિય થતાં રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાશે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને આગામી 8 અને 9 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની સત્તાવાર આગાહી અનુસાર, 8 ઓગસ્ટે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે 9 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, વાવ-થરાદ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતના આ વિસ્તારો ઉપરાંત પાટણ અને મહેસાણામાં પણ મેઘમહેર જોવા મળશે.


