1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કૂલપતિ નીરજા ગુપ્તાએ નિમેલા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કૂલપતિ નીરજા ગુપ્તાએ નિમેલા 10 અધિકારીઓ સસ્પેન્ડ

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કૂલપતિ નીરજા ગુપ્તાએ નિમેલા 10 અધિકારીઓ સસ્પેન્ડ

0
Social Share

અમદાવાદ, 8 ઓગસ્ટ 2026 :  10 officials appointed by the former VC suspended. રાજ્યની સૌથી મોટી ગણાતી ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ  ગેરકાયદે ભરતી કરાયેલા 10 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાતા યુનિવર્સિટીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ દ્વારા રચાયેલી તપાસ કમિટી અને સિન્ડિકેટ સભ્યોની બેઠક બાદ 10 અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દરમિયાન ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીએ પૂર્વ કૂલપતિ  પર રૂ.11 કરોડના નુકસાન અને ભંડોળના દુરુપયોગનો આક્ષેપ હતો.

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ નિમેલા 10 અધિકારીઓને કમિટીના રિપોર્ટ બાદ સસ્પેન્ડ કરી દેવાયા હતા. પૂર્વ કૂલપતિએ નિયમોનો ભંગ કરીને  નિમેલા અધિકારીઓ 40 હજારથી લઈને 5 લાખ સુધીનો પગાર મેળવતા હતા. યુનિવર્સિટીમાંથી 10 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે.  સમગ્ર મામલે રૂ.11 કરોડના નુકસાનનો પણ આક્ષેપ થઈ રહ્યો છે.

ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમવાર આવી કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ઇન્ચાર્જ કુલપતિ દ્વારા રચાયેલી તપાસ કમિટી અને સિન્ડિકેટ સભ્યોની બેઠક બાદ પૂર્વ VC ડૉ. નીરજા ગુપ્તા દ્વારા નિયમો નેવે મૂકીને ભરતી કરાયેલા તમામ 10 અધિકારીઓ તેમજ કર્મચારીઓને એકસાથે સસ્પેન્ડ કરી દેવાયા છે. પૂર્વ કૂલપતિ ડૉ. નીરજા ગુપ્તા પર એવા ગંભીર આક્ષેપો છે કે, તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન જૂના હંગામી કર્મચારીઓને ફરજમુક્ત કરીને પોતાના માનીતા લોકોને ગેરકાયદે રીતે હોદ્દાઓ આપી ખોટી રીતે પગાર ચૂકવ્યા હતા. આ મામલે યુનિવર્સિટીના ભંડોળનો બેફામ દુરુપયોગ થયો હોવાનો આક્ષેપ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP) દ્વારા કરવામાં આવ્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code