Homeગુજરાતીમની લોન્ડરિંગ અને જમીન કૌભાંડ મામલે પંજાબના મંત્રી સંજીવ અરોરાને ત્યાં EDના...

મની લોન્ડરિંગ અને જમીન કૌભાંડ મામલે પંજાબના મંત્રી સંજીવ અરોરાને ત્યાં EDના દરોડા

લુધિયાણા, 17 એપ્રિલ 2026: પંજાબના રાજકારણમાં આજે વહેલી સવારે ખળભળાટ મચી ગયો હતો જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ટીમે કેબિનેટ મંત્રી સંજીવ અરોરાના લુધિયાણા સ્થિત નિવાસસ્થાન અને અન્ય ઠિકાનાઓ પર દરોડા પાડ્યા હતા. આજે સવારે આશરે 7:00 વાગ્યે કેન્દ્રીય સુરક્ષા દળો સાથે પહોંચેલી ઈડીની ટીમે મંત્રીના નિવાસસ્થાનને ચારે બાજુથી ઘેરી લીધું હતું અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી મની લોન્ડરિંગ અને જમીનના સોદામાં કથિત ગેરરીતિઓ સાથે જોડાયેલા એક જૂના કેસના સંદર્ભમાં કરવામાં આવી રહી છે. આરોપ છે કે, ઔદ્યોગિક હેતુ માટે ફાળવવામાં આવેલી જમીનનો ઉપયોગ કથિત રીતે રહેણાંક પ્રોજેક્ટ્સ માટે કરવામાં આવ્યો હતો.

દરોડા દરમિયાન મંત્રીના ઘરની બહાર કેન્દ્રીય પોલીસ દળના જવાનોનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. તપાસ શરૂ થતાં જ ઘરને સંપૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવ્યું હતું અને કોઈ પણ વ્યક્તિને અંદર જવા કે બહાર આવવાની મંજૂરી આપવામાં આવી ન હતી. જાણવા મળ્યું છે કે કાર્યવાહી સમયે મંત્રી સંજીવ અરોરા ઘરે હાજર નહોતા. નોંધનીય છે કે ઓક્ટોબર 2024માં પણ સંજીવ અરોરાને ત્યાં આ પ્રકારે તપાસ થઈ હતી. આ કાર્યવાહીના માત્ર બે દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને એલપીયુના ચાન્સેલર અશોક મિત્તલના ઠિકાનાઓ પર પણ ઈડીએ તરાપ મારી હતી. જાલંધર, ફગવાડા અને ગુરુગ્રામ સહિતના 10 સ્થળો પર આશરે 25 કલાક સુધી તપાસ ચાલી હતી.

સતત થઈ રહેલી આ તપાસને કારણે પંજાબના રાજકારણમાં ગરમાવો વધી ગયો છે. જોકે ઈડીના અધિકારીઓએ આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી, પરંતુ માનવામાં આવે છે કે ટીમ મહત્ત્વના દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારોના રેકોર્ડની ઝીણવટભરી તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ યુનિફોર્મ સિવિલ કોડ એ બંધારણીય લક્ષ્ય, તેને ધર્મ સાથે સાંકળવો યોગ્ય નથી: CJI સૂર્યકાંત

સંબંધિત લેખો

Most Popular