1. Home
  2. Agency
  3. News
  4. પીએમ મોદીને ઝાલમુડી ખવડાવનાર દુકાનદારને પાકિસ્તાન-બાંગ્લાદેશથી મળી ધમકી
પીએમ મોદીને ઝાલમુડી ખવડાવનાર દુકાનદારને પાકિસ્તાન-બાંગ્લાદેશથી મળી ધમકી

પીએમ મોદીને ઝાલમુડી ખવડાવનાર દુકાનદારને પાકિસ્તાન-બાંગ્લાદેશથી મળી ધમકી

0
Social Share

કોલકાતા, 22 મે, 2026: પીએમ મોદીને પશ્ચિમ બંગાળની ચૂંટણી દરમિયાન ઝાલમુડી ખવડાવનાર દુકાનદારને પાકિસ્તાન-બાંગ્લાદેશથી ધમકી મળી છે. મીડિયા અહેવાલ અનુસાર આ મહિનાના પ્રારંભે બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના હાથની બનેલી ‘ઝાલમુડી’ (એક પ્રકારની ભેળ) ખવડાવનાર દુકાનદાર બિક્રમ સાઉને હવે આંતરરાષ્ટ્રીય નંબરો પરથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.

PM મોદીની મુલાકાત બાદ મળેલી લોકપ્રિયતા હવે બિક્રમ અને તેના પરિવાર માટે ભયનું કારણ બની ગઈ છે. આ ઘટના બાદ બિક્રમ અને તેનો પરિવાર ભારે ડર અને ચિંતાનો સામનો કરી રહ્યો છે. અહેવાલ અનુસાર બિક્રમ સાઉનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોથી તેમના મોબાઈલ ફોન પર પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોના આંતરરાષ્ટ્રીય નંબરો પરથી સતત ફોન કોલ્સ અને વોટ્સએપ વીડિયો કોલ્સ આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ પુલવામા હુમલાના માસ્ટરમાઈડને પાકિસ્તાનમાં ધુરંધરે ઠાર માર્યો

દુકાનદારે દાવો કર્યો છે કે આ કોલ્સ દ્વારા તેમને અને તેમના પરિવારને ગંભીર પરિણામો ભોગવવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે.

બિક્રમે આ મામલે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. વાસ્તવમાં, ગત 19 એપ્રિલના રોજ PM મોદી ઝાડગ્રામમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા અને પરત ફરતી વખતે તેઓ અચાનક રસ્તાના કિનારે ‘ઝાલમુડી’ વેચતા બિક્રમ સાઉની દુકાને રોકાયા હતા. તેમનું આ પગલું ખૂબ વાયરલ થયું હતું અને આખા દેશમાં એ પ્રસંગના લોકોએ વખાણ કર્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code