1. Home
  2. ગુજરાતી
  3. અયોધ્યા રામ મંદિર વિવાદ: ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
અયોધ્યા રામ મંદિર વિવાદ: ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું

અયોધ્યા રામ મંદિર વિવાદ: ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું

0
Social Share

અયોધ્યા, 26 જૂન 2026: રામમંદિર દાન વિવાદ મામલે ફરિયાદ નોંધાયાની ઘટનાક્રમ વચ્ચે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. દરમિયાન શ્રીરામ જન્મભૂમિ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસજીના ઉત્તરાધિકારી મહંત કમલનયન દાસજીએ સમગ્ર ઘટનાને લઈને જણાવ્યું હતું કે, હજુ સુધી મને ઘટનાની યોગ્ય માહિતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, દાનની ગડબડી મામલે એસઆઈટીના પ્રાથમિક રિપોર્ટના આધારે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ ચંપત રાયની રાજનામાની ચર્ચાઓ વહેતી થઈ હતી. દરમિયાન સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સમગ્ર પ્રકરણમાં આઠ આરોપીઓની ધરપકડ કરી છે. તેમજ તમામ આરોપીઓની મેડિકલ તપાસ બાદ રિમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરવાની તૈયારીઓ શરૂ કરી છે. પોલીસે સમગ્ર પ્રકરણને લઈને ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, એસઆઈટીના પ્રાથમિક રિપોર્ટને તપાસનો ભાગ બનાવવામાં આવ્યો છે. જેથી તમામ તથ્થોની તપાસ કરી શકાય. બીજી તરફ વિપક્ષ દ્વારા કોઈ મોટા પદાધિકારીઓના નામ એફઆઈઆરમાં નામ સામેલ નહીં કરવા મામલે સવાલો ઉભા કરવામાં આવ્યાં છે અને તપાસની નિષ્પક્ષતાને લઈને આરોપ લગાવ્યાં છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઉપલબ્ધ પુરાવાના આધારે આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે.

  • ટિન્નુ યાદવ અને સુભાષ શ્રીવાસ્તવ મુખ્ય સુત્રધાર

દાન ચોરી મામલે ખુલાસો થયાના 19 દિવસ બાદ તપાસ અર્થે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. જે બાદ અંતે એફઆઈઆર કરવામાં આવી છે. એફઆઈઆરમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના ડ્રાઈવર રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ, ટ્રસ્ટના પદાધિકારી અનિલ મિશ્રાના સંબંધિ અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા ઉપરાંત કર્મચારી મનીષ યાદવ, અવિનાશ શુક્લા, કરુણેશ પાંડ્યે, રમાશંકર મિશ્ર અને સુભાષ શ્રીવાસ્તવ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તમામ ઉપર કાવતરાના ભાગરૂપે દાનની ચોરીનો આરોપ છે. આ પ્રકરણમાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

એસઆઈટીની તપાસમાં કરોડોની રોકડ અને દાગીનાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. જેમાં ઉપરોક્ત આરોપીઓના નામ સામે આવ્યાં છે. સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે તપાસ કરવામાં આવી હતી. પોલીસની તપાસ અને સાક્ષીઓની પૂછપરછમાં સમગ્ર ઘટનામાં ટિન્નુ યાદવ અને સુભાષ શ્રીવાસ્તવની મોટી ભૂમિકા સામે આવી હતી. સુભાષે જ ચોરીના આ પ્રકરણમાં અન્ય આરોપીઓને જોડ્યાં હતા. ગણતરીની ડ્યુટીમાં તથા તપાસની જવાબદારી સુભાષ પાસે હતી. એસઆઈટીએ ફુટેજ અને સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code