મધ્ય પૂર્વમાં શાંતિ વચ્ચે સોના-ચાંદીમાં તેજી, એક ટકા સુધીનો વધારો નોંધાયો
મુંબઈ, 27 જુલાઈ 2026: મુંબઈના વાયદા બજારમાં સોમવારે સોના અને ચાંદીના પ્રારંભિક કારોબારમાં મજબૂત તેજી જોવા મળી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર વૈશ્વિક પરિબળો અને ડૉલર ઇન્ડેક્સમાં નબળાઈને કારણે બંને કિંમતી ધાતુઓમાં 1% સુધીનો ઉછાળો નોંધાયો છે. સવારે 9:45 વાગ્યે સોનું રૂ. 907 એટલે કે 0.63% વધીને Rs 1,44,013 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. કારોબાર દરમિયાન સોનાએ નીચામાં રૂ. 1,43,575 અને ઊંચામાં રૂ. 1,44,111 પ્રતિ 10 ગ્રામની સપાટી સ્પર્શી હતી. બીજી તરફ ચાંદીમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે, જ્યાં ચાંદી રૂ. s 2,066 એટલે કે 0.93% ના વધારા સાથે Rs 2,24,204 પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. કારોબાર દરમિયાન ચાંદીએ નીચામાં રૂ. 2,23,500 અને ઊંચામાં રૂ. 2,24,632 પ્રતિ કિલોનો ઉચ્ચતમ સ્તર સ્પર્શ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો વૈશ્વિક સ્તરે સોનું 0.47% વધીને $4,090 પ્રતિ ઓન્સ અને ચાંદી 0.95% મજબૂત થઈને $59 પ્રતિ ઓન્સ પર જોવા મળી રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઓછો થતાં ડૉલર ઇન્ડેક્સ 0.5% ઘટીને 101.03 પર આવી ગયો છે, જેને કારણે કિંમતી ધાતુઓને મોટો વેગ મળ્યો છે. આ વૈશ્વિક ઘટનાક્રમની સાથે મધ્ય પૂર્વમાં તણાવ ઘટવાના કારણે ક્રૂડ ઓઈલની કિંમતોમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે, જેમાં બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 4.23% ઘટીને 87.80 ડોલર પ્રતિ બેરલ અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડ 4.80% ઘટીને $85.20 પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે.


