HomeAgency Newsદેશમાં વસ્તી ગણતરીનો તખ્તો તૈયાર, આવા 40 પ્રશ્ન પૂછવામાં આવશેઃ જાણો

દેશમાં વસ્તી ગણતરીનો તખ્તો તૈયાર, આવા 40 પ્રશ્ન પૂછવામાં આવશેઃ જાણો

નવી દિલ્હી, 14 ઓગસ્ટ, 2026ઃ દેશમાં યોજાનારી આગામી વસ્તીગણતરી માટેનો તખ્તો તૈયાર થઈ ગયો છે. સરકારે વસ્તીગણતરીના બીજા તબક્કા માટે 40 પ્રશ્નોની યાદી જાહેર કરી દીધી છે.

આ વખતની વસ્તીગણતરી ઘણી રીતે ઐતિહાસિક બનવાની છે, કારણ કે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત જાતિ સંબંધિત આંકડા પણ એકત્ર કરવામાં આવશે. એટલું જ નહીં, આ સમગ્ર પ્રક્રિયા દેશની અત્યાર સુધીની સૌથી મોટી ડિજિટલ વસ્તીગણતરી હશે.

ક્યારે અને ક્યાંથી શરૂઆત થશે?

લડાખ, અને જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ તથા ઉત્તરાખંડના બરફાચ્છાદિત વિસ્તારોમાં વસ્તીગણતરી 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર વચ્ચે યોજાશે. ઘરેઘરે જઈને થનારી ગણતરી પહેલાં લોકો પાસે 17 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી જાતે ઓનલાઇન ફોર્મ ભરવાનો વિકલ્પ પણ રહેશે. જોકે દેશના બાકીના હિસ્સામાં વસ્તીગણતરી આગામી વર્ષથી શરૂ થશે.

જાણો કયા-કયા પ્રશ્નો પૂછવામાં આવશે?

સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર, આ વખતની પ્રશ્નાવલીમાં લોકો પાસેથી કુલ 40 પ્રકારની માહિતી માગવામાં આવશે:

  1. તમારું નામ શું છે?
  2. પરિવારના વડા સાથે તમારો શો સંબંધ છે?
  3. તમારું લિંગ શું છે? (પુરુષ / સ્ત્રી / અન્ય)
  4. તમારી જન્મતારીખ અને પૂર્ણ વર્ષોમાં ઉંમર કેટલી છે?
  5. તમારી વર્તમાન વૈવાહિક સ્થિતિ શું છે?
  6. લગ્ન સમયે તમારી ઉંમર (પૂર્ણ વર્ષોમાં) કેટલી હતી?
  7. તમારા પતિ/પત્નીનું નામ શું છે?
  8. તમારી જાહેર કરેલી રાષ્ટ્રીયતા કઈ છે?
  9. તમારો ધર્મ કયો છે?
  10. શું તમે અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) કે અન્ય કોઈ જાતિમાંથી આવો છો?
  11. તમારા પિતાનું નામ અને વિગત શું છે?
  12. તમારી માતાનું નામ અને વિગત શું છે?
  13. શું તમને કોઈ પ્રકારની દિવ્યાંગતા છે?
  14. તમારી માતૃભાષા કઈ છે અને તમે અન્ય કઈ-કઈ ભાષાઓ જાણો છો?
  15. તમારી સાક્ષરતા અને ડિજિટલ સાક્ષરતા (કમ્પ્યૂટર/મોબાઇલનો ઉપયોગ)ની સ્થિતિ શું છે?
  16. શું તમે વર્તમાનમાં કોઈ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરો છો?
  17. તમારી સર્વોચ્ચ શૈક્ષણિક લાયકાત કઈ છે અને તમારો વિષય/સ્ટ્રીમ કયો રહ્યો છે?
  18. શું તમે છેલ્લા એક વર્ષ દરમિયાન ક્યારેય કોઈ આર્થિક પ્રવૃત્તિ/કામ કર્યું છે?
  19. તમારી આર્થિક પ્રવૃત્તિ કઈ શ્રેણીમાં આવે છે?
  20. તમારો મુખ્ય વ્યવસાય કે વ્યવસાયનો પ્રકાર શું છે?
  21. તમારા કામ/વ્યવસાયની ઉદ્યોગ, વેપાર કે સેવા સંબંધી પ્રકૃતિ શું છે?
  22. કામના આધારે તમારો વર્ગ/શ્રેણી કઈ છે? (જેમ કે- નિયામક/માલિક, કર્મચારી, સ્વ-રોજગાર વગેરે)
  23. જો તમે કોઈ નોકરી કે બિઝનેસ નથી કરતા, તો દિવસભર મુખ્યત્વે શું કામ કરો છો?
  24. જો તમે કામ નથી કરી રહ્યા, તો શું તમે કામની શોધમાં છો કે કામ માટે ઉપલબ્ધ છો?
  25. તમે તમારા કાર્યસ્થળ સુધી કેવી રીતે મુસાફરી કરો છો અને કેટલું અંતર કાપો છો?
  26. તમારું જન્મસ્થળ ક્યાં છે?
  27. આ સ્થળ પહેલાં તમારું અંતિમ નિવાસસ્થાન કયું હતું?
  28. નિવાસસ્થાન બદલવાનું (સ્થળાંતરનું) મુખ્ય કારણ શું હતું?
  29. છેલ્લી વાર નિવાસ બદલ્યા પછીથી તમે આ ગામ/શહેરમાં કેટલા સમયથી રહો છો?
  30. તમારું કાયમી રહેઠાણનું સરનામું શું છે?
  31. વર્તમાનમાં તમારાં કેટલાં બાળકો જીવિત છે? (કેવળ પરણેલી, વિધવા, છૂટાછેડા લીધેલી મહિલાઓ માટે)
  32. તમારાં કુલ કેટલાં બાળકો જીવિત જન્મ્યાં હતાં? (કેવળ પરણેલી, વિધવા, છૂટાછેડા લીધેલી મહિલાઓ માટે)
  33. છેલ્લા એક વર્ષ દરમિયાન તમે કેટલાં બાળકોને જન્મ આપ્યો? (કેવળ પરણેલી મહિલાઓ માટે)
  34. તમે કોવિડ-19 નું રસીકરણ ક્યાં કરાવ્યું હતું?
  35. તમારાં કુલ કેટલાં બેંક ખાતાં છે?
  36. તમારો મોબાઇલ નંબર શું છે? (જો ઉપલબ્ધ હોય તો)
  37. તમારો આધાર નંબર શું છે? (જો ઉપલબ્ધ હોય તો)
  38. તમારો મતદાર ઓળખપત્ર (વોટર ID) નંબર શું છે? (જો ઉપલબ્ધ હોય તો)
  39. તમારો પાસપોર્ટ નંબર શું છે? (જો ભારતીય પાસપોર્ટ ધારક હોવ તો)
  40. શું તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ઉપલબ્ધ છે?

સંપૂર્ણપણે ડિજિટલ રીતે થશે વસ્તીગણતરી

વિશેષ બાબત એ પણ છે કે આ વખતની આખી વસ્તીગણતરી સંપૂર્ણપણે ડિજિટલ હશે અને તેના માધ્યમથી દેશના નાગરિકોનો એક વિસ્તૃત અને આધુનિક ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે.

સંબંધિત લેખો

Most Popular