Homerevoinewsસમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ ગાંધીનગર ખાતે સમર્પણ સ્વામી વિવેકાનંદ અભ્યાસ વર્તુળનો...

સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ ગાંધીનગર ખાતે સમર્પણ સ્વામી વિવેકાનંદ અભ્યાસ વર્તુળનો શુભારંભ

  • “સમર્થ બનશો ત્યારે દુનિયા સ્વીકાર કરશે, સામર્થ્ય જ સિંહને જંગલનો રાજા બનાવે છે તેને રાજ્યા ભીષેકની જરૂર નથી” – ધ્રુમાબેન પીનારા

ગાંધીનગર, 21 ઓગસ્ટ, 2026 – સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ ગાંધીનગર ખાતે સમર્પણ સ્વામી વિવેકાનંદ અભ્યાસ વર્તુળનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ગાંધીનગર જિલ્લાની મહાવિદ્યાલયમાં ભાઈઓ બહેનો માટે દેશ ભક્તિ ગીત ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના હૃદયકુંજ સમા કેન્દ્ર સ્થાને આયોજિત કાર્યક્રમમાં જિલ્લાની ૮ કોલેજોમાંથી ૩૨ વિધાર્થી ભાઈઓ બહેનોએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

Samarpan Swami Vivekananda Study Circle inaugurated at Samarpan Arts and Commerce College, Gandhinagar
Samarpan Swami Vivekananda Study Circle inaugurated at Samarpan Arts and Commerce College, Gandhinagar

ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી મહેન્દ્રસિંહજી વાઘેલાના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટ સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ ખાતે સમર્પણ સ્વામી વિવેકાનંદ અભ્યાસ વર્તુળના ઉદઘાટન પ્રસંગે વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી ગાંધીનગર શાખાના સંયુક્ત તત્વધાનમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

સમર્પણ એજયુકેશન એન્ડ રિસર્ચ કેમ્પસ રજીસ્ટ્રાર ડૉ એમ ડી પાંડે, વિવેકાનંદ કેન્દ્ર ગાંધીનગર નગર પ્રમુખ પ્રાધ્યાપક હર્ષલબેન તુવાર અને સહકાર્યકર મનોવિજ્ઞાની ધ્રુમાબેન પીનારા માર્ગદર્શક તેમજ નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના આચાર્ય ડૉ આશિષ જનકરાય દવેએ ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત સાથે જણાવ્યું હતું કે, સ્વામીજીના જીવનમાંથી “જીવનમાં સ્પર્ધા જરૂરી છે, પરંતુ આ સ્પર્ધા સ્વયં સાથે જ હોવી જોઇએ, આપણી આજની સ્પર્ધા આપણી ગઈ કાલ સાથે કરીશું તો રાગ દ્વેષથી પર રહી પરમાનંદ પ્રાપ્ત થઈ શકે છે”

ધ્રુમાબેન પીનારાએ પરિશ્રમ, શૌર્ય અને સામર્થ્યનું મહત્ત્વ સમજાવતા જણાવ્યું કે સિંહ પોતાના સામર્થ્યથી જંગલનો રાજા બને છે. તેને કોઈ રાજ્યાભીષેકની જરૂરિયાત નથી હોતી માટે સામર્થ્ય કેળવો. હર્ષલ બેન તુવારે સ્વામી વિવેકાનંદ કેન્દ્રના વિવિધ પ્રકલ્પોથી સૌને માહિતગાર કર્યા હતા.

Samarpan Swami Vivekananda Study Circle inaugurated at Samarpan Arts and Commerce College, Gandhinagar
Samarpan Swami Vivekananda Study Circle inaugurated at Samarpan Arts and Commerce College, Gandhinagar

કાર્યક્રમનું સંચાલન કોલેજની વિધાર્થિનીઓ દ્વારા, આભાર વિધિ રાષ્ટ્રીય સેવા યોજના સહ પ્રોગ્રામ ઓફિસર પ્રા. વૈભવ કોઠારી દ્વારા અને સુંદર વ્યવસ્થા ગીત-સંગીત-નૃત્ય ધારાના વિદ્યાર્થીઓ તેમજ એન.એસ.એસ. વોલિન્ટિયર્સ દ્વારા કરવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમનું આયોજન સમર્પણ સ્વામી વિવેકાનંદ અભ્યાસ વર્તુળના સંયોજીકા ડૉ. ઋચાબેન બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેઓએ જણાવ્યું હતુ કે આ અભ્યાસ વર્તુળ વ્યક્તિ અને સમાજના સર્વાંગી વિકાસ માટે સતત પ્રક્રિયા કરતુ રહેશે અને તેમાં જિલ્લાની દરેક કોલેજોનો આવો જ સહકાર મળશે તેની શ્રદ્ધા છે. પરિણામની ઘોષણા, પ્રમાણપત્ર વિતરણ પશ્ચાત રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular