Homerevoinewsમોડાસાઃ વડનગરથી વારાણસી બાઈક યાત્રામાં જોડાયા જગદીશભાઈ વિશ્વકર્મા

મોડાસાઃ વડનગરથી વારાણસી બાઈક યાત્રામાં જોડાયા જગદીશભાઈ વિશ્વકર્મા

મોડાસા, 19 સપ્ટેમ્બર, 2026 – bike rally from Vadnagar to Varanasi વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે સેવા અને સમર્પણના ૨૫ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ સેવાકીય અને જનસંપર્કલક્ષી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

જે અનુસંધાને અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ‘વડનગરથી વારાણસી‘ બાઈક સેવા યાત્રામાં સહભાગી થઈ યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. કિશોરપુરા ખાતે સેવા યાત્રાના સ્વાગત કાર્યક્રમમાં પણ પ્રદેશ અધ્યક્ષશ્રી વિશ્વકર્મા જોડાયા હતા. શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ મોડાસા ખાતે ‘યુવા સંવાદ‘ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિકસિત ભારતના નિર્માણમાં યુવા શક્તિની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે ચર્ચા કરી હતી. યુવાનોની પ્રતિભા, નવીન વિચારશક્તિ, ટેક્નોલોજી પ્રત્યેની સમજ અને રાષ્ટ્રનિર્માણ પ્રત્યેની પ્રતિબદ્ધતા ભારતને નવી ઊંચાઈઓ સુધી લઈ જવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. યુવાનો શિક્ષણ, કૌશલ્ય, સ્ટાર્ટઅપ, સંશોધન, રમતગમત અને વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદાન કરીને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં સક્રિય ભાગીદાર બને તે માટે તેમણે આહ્વાન કર્યું હતું. આ સાથે જ તેમણે શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ દેશમાં થઈ રહેલી યુવા કેન્દ્રિત કામગીરી અને યોજનાઓ અંગે પણ સંવાદ કર્યો હતો.

Modasa: Jagdishbhai Vishwakarma joined the bike rally from Vadnagar to Varanasi.

શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ મેઘરજ ખાતે યોજાયેલી ગ્રામસભામાં ઉપસ્થિત રહી ગ્રામજનો સાથે સીધો અને આત્મીય સંવાદ સાધ્યો હતો. આ પ્રસંગે તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના જાહેરજીવનને ‘સેવા, સુશાસન અને રાષ્ટ્રનિર્માણની અવિરત યાત્રા’ ગણાવી, ગરીબ, વંચિત, ખેડૂત, યુવા અને મધ્યમ વર્ગના સશક્તિકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાયેલા વિવિધ જનકલ્યાણકારી પ્રયાસો તથા દેશના વિકાસને નવી ગતિ આપનારા કાર્યો અંગે નાગરિકો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.

ભાદરવી પૂનમના પાવન અવસરે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા જગતજનની મા અંબાના દર્શન માટે અંબાજી ધામ તરફ પ્રયાણ કરી રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લા ભાજપા સંગઠન દ્વારા ‘સેવા એ જ સંગઠન’ની ભાવનાને સાકાર કરતા ‘વિસામો’ પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આ ‘વિસામો’ સેવાકેમ્પની મુલાકાત લઈ માઈભક્તોની સેવાનો લાભ લીધો હતો અને અંબાજી તરફ પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો.

આ પ્રસંગે પ્રદેશ મંત્રી તથા જિલ્લાના પ્રભારી શ્રી સંજયભાઈ દેસાઈ, જિલ્લા અધ્યક્ષ શ્રી ભીખાજી ઠાકોર, સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા, ધારાસભ્ય સહિત ભાજપાના આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગામેગામ વડીલોના આશીર્વાદ મેળવતી, સ્વચ્છતા અને ગૌસેવાનો સંદેશ આપતી આ સેવા યાત્રા વડનગરથી વારાણસી સુધી સેવા અને જનસંપર્કનો સંદેશ પહોંચાડવાના સંકલ્પ સાથે આગળ વધી રહી છે. યાત્રાના વિવિધ પડાવોમાં યુવાનો દ્વારા ગ્રામજનો સાથે સંવાદ, સ્વચ્છતા પ્રવૃત્તિઓ અને વડીલોની મુલાકાત જેવી સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular