HomeBharat@2047સેવા સંકલ્પ અભિયાનઃ રાજ્યના ચાર પવિત્ર સ્થળેથી વડનગર સુધીની બાઈક યાત્રાનો પ્રારંભ

સેવા સંકલ્પ અભિયાનઃ રાજ્યના ચાર પવિત્ર સ્થળેથી વડનગર સુધીની બાઈક યાત્રાનો પ્રારંભ

  • 250 બાઈક સાથે ભાજપાના કુલ 500 કાર્યકર્તાઓ ચાર ટુકડીમાં વહેંચાઈ રૂટ મુજબ વડનગર પહોંચશે

ગાંધીનગર, 13 સપ્ટેમ્બર, 2026 – વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જાહેરજીવનમાં દેશના પ્રધાનમંત્રી તરીકે 12 વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 13 વર્ષના કાર્યકાળ સાથે સેવા અને સમર્પણના અવિરત 25 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યા છે. આ ગૌરવપૂર્ણ અવસરને જનસેવા અને જનસંપર્કના સંકલ્પ સાથે ઉજવવા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાનારી ‘વડનગરથી વારાણસી’ બાઈક યાત્રાના અનુસંધાને આજે તા. 13 સપ્ટેમ્બરના રોજ રાજ્યના ચાર પવિત્ર સ્થળો સોમનાથ, ઉનાઈ માતા મંદિર, શામળાજી અને પાવાગઢથી પવિત્ર જળ લઈને ચાર બાઈક યાત્રાઓનો પ્રારંભ થયો છે. 250 બાઈક સાથે ભાજપાના કુલ 500 કાર્યકર્તાઓ ચાર ટુકડીમાં વહેંચાઈ રૂટ મુજબ 16 સપ્ટેમ્બરે વડનગર પહોંચશે.

Seva Sankalp Abhiyan: Commencement of a bike rally from four holy sites in the state to Vadnagar
Seva Sankalp Abhiyan: Commencement of a bike rally from four holy sites in the state to Vadnagar

આ ચારેય યાત્રાઓ દરમિયાન ભાજપાના કાર્યકર્તાઓ વિવિધ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી પસાર થઈને નાગરિકો સાથે સંવાદ કરશે તેમજ સેવા, સંગઠન અને જનસંપર્કના સંકલ્પને વધુ વ્યાપક બનાવશે. સંગઠનની યોજના અનુસાર પ્રદેશ ભાજપાના પદાધિકારીઓ, રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદ, ધારાસભ્યો તથા ભાજપાના આગેવાનો પણ યાત્રાના વિવિધ તબક્કાઓમાં જોડાઈને કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારશે.

આ ચારેય બાઈક યાત્રાઓ માત્ર પ્રવાસ નહીં પરંતુ સેવાના સંકલ્પ અને જનસંપર્કને વધુ મજબૂત બનાવતી જનભાગીદારીની યાત્રા બની રહેશે. યાત્રાના વિવિધ પડાવોએ યોજાનારા કાર્યક્રમો, ગ્રામસભાઓ, સ્વાગત કાર્યક્રમો અને નાગરિકો સાથેના સંવાદ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 25 વર્ષના સેવાકાળ અને રાષ્ટ્રનિર્માણના સંકલ્પને જનજન સુધી પહોંચાડવામાં આવશે.

Seva Sankalp Abhiyan: Commencement of a bike rally from four holy sites in the state to Vadnagar
Seva Sankalp Abhiyan: Commencement of a bike rally from four holy sites in the state to Vadnagar

ચારેય બાઈક યાત્રાના રૂટની વિગત નીચે મુજબ છે.

૧. સોમનાથથી વડનગર:

તા. 13 સપ્ટેમ્બરના રોજ સોમનાથથી પ્રસ્થાન કરી બાઈક યાત્રા કીડીવાવ, કેશોદ, જૂનાગઢ, વડાલ અને વીરપુર થઈ ગોંડલ પહોંચશે; તા. ૧૪ સપ્ટેમ્બરે ગોંડલથી આટકોટ, જસદણ, વિંછીયા, પાળીયાદ અને તરગડા થઈ સારંગપુર પહોંચશે; તા. ૧૫ સપ્ટેમ્બરે સારંગપુરથી બરવાળા, ધંધુકા, ધોળકા અને સરોડા થઈ પીરાણા પહોંચશે અને તા. 16 સપ્ટેમ્બરે પીરાણાથી તેલવ, સાણંદ, ખોડા, બેચરાજી, મહેસાણા અને સાવલા થઈ વડનગર પહોંચશે.

૨. ઉનાઈ માતા મંદિરથી વડનગર:

ઉનાઈ માતા મંદિરથી પ્રસ્થાન કરેલી યાત્રા ડોલવણ, જેસીંગપુરા, વ્યારા, જાખરી, સોનગઢ, ઊંચા માડા અને માંડવી થઈ આગળ વધશે. ૧૪ સપ્ટેમ્બરે ઝંખવાવ, ચાસવડ, નેત્રંગ, રાજપીપળા અને કેવડિયા થઈ સ્ટેચ્યુ ઑફ યુનિટી પહોંચશે. ૧૫ સપ્ટેમ્બરે સ્ટેચ્યુ ઑફ યુનિટીથી તિલકવાડા, ડભોઈ, કેલનપુર, વાસંદ અને ચીખોદરા થઈ વડતાલ પહોંચશે. 16 સપ્ટેમ્બરે વડતાલથી જેતલપુર, અડાલજ, સઈજ, શોભાસણ, માણસા, કડા અને વિસનગર થઈ સાંજે વડનગર પહોંચશે.

Seva Sankalp Abhiyan: Commencement of a bike rally from four holy sites in the state to Vadnagar
Seva Sankalp Abhiyan: Commencement of a bike rally from four holy sites in the state to Vadnagar

૩. શામળાજીથી વડનગર:

શામળાજીથી શરૂ થયેલી યાત્રા ઘોલવાણી, ભિલોડા, કિશનગઢ, મુળેટી પાટિયા, બડોલી ગામ, કુકડીયા, શાપાવાડા, ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા થઈ અંબાજી પહોંચશે. ૧૪ સપ્ટેમ્બરે અંબાજીથી જલોત્રા, પાલનપુર, ચાંદીસર, ડીસા, લાખણી અને આગથળા થઈ થરાદ પહોંચશે. ત્રીજા દિવસે થરાદથી સિસોદરા, રાધનપુર, બાસ્પા, સરવાલ, અડિયા અને કુણઘેર થઈ પાટણ પહોંચશે. અંતિમ દિવસે પાટણથી કમલીવાડા, સિદ્ધપુર, બ્રાહ્મણવાડા, કાંસા અને વિસનગર થઈ સાંજે વડનગર ખાતે પહોંચશે.

૪. પાવાગઢથી વડનગર:

પાવાગઢથી પ્રસ્થાન થયેલી યાત્રા હાલોલ, મઘરવાસ ચોકડી, કાલોલ, ખડકી ગ્રામ પંચાયત, ગોધરા, સેવાલીયા, બાલાસિનોર, વાંઘરીલી અને ઠાસરા થઈ ડાકોર પહોંચશે. ૧૪ સપ્ટેમ્બરે ડાકોરથી ઉમરેઠ, સામરખા, આણંદ, વિદ્યાનગર, કરમસદ, બાંધણી ચાર રસ્તા, નડિયાદ, મહુધા અને કઠલાલ થઈ કપડવંજ પહોંચશે. ૧૫ સપ્ટેમ્બરે કપડવંજથી બાયડ, આંકૃદ, ધનસુરા, અણિયોર, માલપુર, ફરેડી, મોડાસા, રણાસણ, પ્રાંતિજ અને હાજીપુરા થઈ હિંમતનગર પહોંચશે. 16 સપ્ટેમ્બરે હિંમતનગરથી દેરોલ અને વિજાપુર થઈ વિસનગર પહોંચ્યા બાદ બપોરે ૩ વાગ્યે વડનગર પહોંચશે.

16 સપ્ટેમ્બરે ચારેય યાત્રાઓ વડનગર ખાતે પહોંચ્યા બાદ આ પવિત્ર જળનું આગમન વડનગરની ઐતિહાસિક ધરતી પર થશે, અને તેના એક ભાગનો હાટકેશ્વર મહાદેવને જળાભિષેક કરવામાં આવશે. અને બીજો ભાગ શર્મિષ્ઠા તળાવમાં સમ્મિલિત કરવામાં આવશે. જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મસ્થળ સાથે જોડાયેલી આ યાત્રાને વિશેષ આધ્યાત્મિક અને ભાવનાત્મક મહત્વ પ્રદાન કરશે. બાદમાં શર્મિષ્ઠા તળાવનું પવિત્ર જળ લઈને 250 બાઈક સાથે ભાજપાના 500 કાર્યકર્તાઓ અલગ અલગ રૂટ સાથે વડનગર થી વારાણસી પહોંચશે જ્યાં કાશી વિશ્વનાથ મહાદેવને આ પવિત્ર જળનો જળાભિષેક કરવામાં આવશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular