- ચૌદ વિદ્યા અને ચોષઠ કલાના જ્ઞાતા આદિકવિ મહર્ષિ વાલ્મિકી સામાજીક સમરસતાના પ્રેરણા સ્ત્રોત રહ્યા છે – ડૉ આશિષ દવે
Valmiki Jayanti Celebrated at Samarpan Arts and Commerce College ગાંધીનગર નગર ચેરીટેબલ ટ્રસ્ટ સમર્પણ આર્ટસ અને કોમર્સ કોલેજના સંસ્કૃત વિભાગ તેમજ સમર્પણ મૂલ્ય પ્રવાહના સંયુક્ત ઉપક્રમે સંસ્થાના આચાર્ય ડૉ. આશિષ જનકરાય દવેના માર્ગદર્શનમાં અને કેમ્પસ રજીસ્ટ્રાર ડૉ. એમ. ડી. પાંડેની પ્રેરક ઉપસ્થિતિમાં આજરોજ આસો મહિનાની પૂર્ણિમાના પાવન દિવસે વાલ્મિકી જયંતીની ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે સંસ્કૃત ભારતી ગુજરાત પ્રાંત સહ મંત્રી ડૉ. વસંતભાઈ જોષી, ગુજરાત યુનિવર્સિટી પ્રજ્ઞા પીઠમ તેમજ જ્ઞાન અધ્યયન પરંપરા સંસ્થાનના અધ્યક્ષ પ્રો. (ડૉ.) ગુરુદત્ત જપ્પી, અખીલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રાંત અધિકારી ડૉ. અતુલભાઈ ઉનાગર, દિશા ભારત ગુજરાતના પ્રાંત અધિકારી ડૉ. ઋષિકેશભાઈ જોષી, સમર્પણ બી સી એ કોલેજના નિયામક ડૉ. જયભાઈ પટેલની ઉપસ્થિમાં મહર્ષિ વાલ્મિકી રચિત ભારત વર્ષના અલૌકિક મહાકાવ્ય રામાયણ ગ્રંથો તેમજ મહર્ષિ વાલ્મિકીના તૈલ ચિત્રને પુષ્પ દ્વારા પૂજન કરવામાં આવ્યું.
આ પણ વાંચોઃ ગુજરાત સરકારે રાજ્યના ચાર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા, જાણો વિગતો
આ પ્રસંગે સંસ્થાના આચાર્યએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે મહર્ષિ વાલ્મિકી વિશ્વની તમામ ચૌદ વિદ્યા અને ચોષઠ કલાના નિપુર્ણ ગુરુ રહ્યા હતા અને તેનું પ્રમાણ તેઓના માર્ગદર્શનમાં ઉછરેલા રઘુવંશી રાજકુમાર લવ અને કુશ દ્વારા મેળવી શકાય છે, માણસનુ કુળ તેના જન્મથી નહીં પરંતુ જ્ઞાન અને ગુણથી ઓળખાય છે, મહર્ષિ વાલ્મિકી સમગ્ર વિશ્વમાં તેને પ્રતિપાદિત કરે છે.
સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના તમામ અધ્યાપક ભાઈઓ બહેનો તેમજ વિદ્યાર્થી ભાઇઓ બહેનોએ માતા સરસ્વતી પ્રાંગણમાં આ કાર્યક્રમમાં આદર અને ઉત્સાહભેર ભાગ લીધો હતો.


