Homeગુજરાતીદેશ-વિદેશઅર્શદીપ સિંહે રચ્યો ઈતિહાસ! ન્યૂઝીલેન્ડ સામે ચોથી T20માં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

અર્શદીપ સિંહે રચ્યો ઈતિહાસ! ન્યૂઝીલેન્ડ સામે ચોથી T20માં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

નવી દિલ્હી, 31 ઓક્ટોબર 2026: ઓકલેન્ડમાં રમાયેલી ચોથી T20 મેચમાં ભારતીય બોલરોની જોરદાર ધોલાઈ થઈ. ન્યૂઝીલેન્ડે તેમનો અત્યાર સુધીનો સર્વોચ્ચ T20 આંતરરાષ્ટ્રીય સ્કોર નોંધાવ્યો અને ભારત સામે જીતવા માટે 260 રનનું લક્ષ્ય મૂક્યું. જ્યાં ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોએ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ બોલાવી, ત્યાં ભારતના સ્ટાર ઝડપી બોલર અર્શદીપ સિંહે ઈતિહાસ રચ્યો; એક વિશ્વ વિક્રમ સ્થાપિત કરવાની સાથે તેણે બે મહત્વપૂર્ણ સિદ્ધિઓ પણ હાંસલ કરી.

અર્શદીપ સિંહ ‘ફુલ મેમ્બર’ દેશોમાં એક કેલેન્ડર વર્ષ દરમિયાન T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયા છે. તેમણે વર્ષ 2026માં કુલ 40 વિકેટ ઝડપી છે. અગાઉ, આ વિશ્વ રેકોર્ડ આઇરિશ ઝડપી બોલર જોશુઆ લિટલના નામે હતો, જેમણે 2022માં 39 વિકેટ લીધી હતી. અર્શદીપે હવે આ વર્ષે (2026માં) 40 વિકેટ લઈને તે રેકોર્ડ તોડી નાખ્યો છે.

એક કેલેન્ડર વર્ષમાં T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ વિકેટો (પૂર્ણ સભ્ય દેશો)

40 વિકેટ – અર્શદીપ સિંહ (ભારત) (2026)

39 વિકેટ – જોશ લિટલ (આયર્લેન્ડ) (2022)

38 વિકેટ – વનિન્દુ હસરંગા (શ્રીલંકા) (2024)

37 વિકેટ – ભુવનેશ્વર કુમાર (ભારત) (2022)

આ ઉપરાંત, અર્શદીપ સિંહે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 150 વિકેટ લેવાનો સીમાચિહ્નરૂપ આંકડો હાંસલ કર્યો છે. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય બોલર છે. અર્શદીપ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 150 વિકેટ લેનાર વિશ્વના આઠમા બોલર પણ બની ગયા છે. વધુમાં, તેઓ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપથી (સૌથી ઓછા બોલ ફેંકીને) 150 વિકેટ સુધી પહોંચનાર ત્રીજા બોલર બન્યા છે.

T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરો

રાશિદ ખાન (અફઘાનિસ્તાન) – 200 વિકેટ

આદિલ રાશિદ (ઈંગ્લેન્ડ) – 171 વિકેટ

એહસાન આદિલ (હોંગકોંગ) – 165 વિકેટ

ઈશ સોઢી (ન્યુઝીલેન્ડ) – 165 વિકેટ

ટિમ સાઉથી (ન્યુઝીલેન્ડ) – 164 વિકેટ

વાનિન્દુ હસરંગા (શ્રીલંકા) – 163 વિકેટ

મુસ્તફિઝુર રહેમાન (બાંગ્લાદેશ) – 163 વિકેટ

એડમ ઝમ્પા (ઓસ્ટ્રેલિયા) – 153 વિકેટ

અર્શદીપ સિંહ (ભારત) – 150 વિકેટ

શાકિબ અલ હસન (બાંગ્લાદેશ) – 149 વિકેટ

મિશેલ સેન્ટનર (ન્યુઝીલેન્ડ) – 149 વિકેટ

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular