1. Home
  2. ગુજરાતી
  3. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિનેતા તુષાર કપૂરને 20 વર્ષ પૂર્ણઃ પહેલા ઈન્ડસ્ટ્રીના લોકો આપતા અજીબોગરીબ સલાહ
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિનેતા તુષાર કપૂરને 20 વર્ષ પૂર્ણઃ પહેલા ઈન્ડસ્ટ્રીના લોકો આપતા અજીબોગરીબ સલાહ

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિનેતા તુષાર કપૂરને 20 વર્ષ પૂર્ણઃ પહેલા ઈન્ડસ્ટ્રીના લોકો આપતા અજીબોગરીબ સલાહ

0
Social Share

મુંબઈઃ બોલીવુડના ચોકલેટી બોય તુષાર કપૂરને તાજેતરમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાના 20 વર્ષ પૂર્ણ કર્યાં છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના શરૂઆતના દિવસોના કેટલાક રહસ્ય ઉપરથી તુષાર કપૂરે પડદો ઉઠાવ્યો છે. તુષાર કપૂરે નવા અભિનેતા તરીકે ઈન્ડસ્ટ્રીના લોકોએ કેવી-કેવી સલાહ આપી હતી તેની માહિતી આપી હતી. તુષાર કપૂરે વર્ષ 2001માં કરિના સાથે “મુઝે કુછ કહેના હૈ”થી કેરિયરની શરૂઆત કરી હતી.

તુષાર કપૂરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, પાર્ટીઓમાં લડાઈ-ઝઘડા કરવા અને શાહરૂખ ખાનની જેમ કામ કરવાની સલાહ આપતા હતા. આવી સલાહ મજાકિયા લાગતી હતી. હકીકતમાં આ સલાહ માટે મજેદારની સાથે ડરામણી હતી. એક ફિલ્મી પરિવારમાંથી હોવાના કારણે મને આવુ કહેવામાં આવતું હતું. હવે સમય બદલાઈ ગયો છે. પરંતુ મારા માટે એ કલ્પના કરવી મુશ્કેલ છે કે, ગેર ફિલ્મી પરિવારમાંથી આવતા લોકો શું કરતા હતા. તે સમયમાં મને ચારેય તરફથી મફતમાં સવાહ મળતી હતી. જો કે, ધીરે-ધીરે મને લાગ્યું કે તમે ઈમાન્દારીથી કામ કરો છો તો આ વધી વાતો આપને કોઈ અસર નહીં કરે.

તુષાર કપૂરે બોલીવુડમાં 20 વર્ષ પૂરા કર્યાં છે. તેમજ વર્ષ 2001માં આવેલી પ્રથમ ફિલ્મની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. આ ફિલ્મનું નિર્દેશન જાણીતા એક્ટર સતિષ કૌશિકે કર્યું હતું. બોલીવુડના એક સમયના સુપરસ્ટાર જીતેન્દ્રના પુત્ર તથા ટીવી ક્વિન તરીકે જાણીતી એકતા કપૂરના ભાઈ એવા તુષાર કપૂરે અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. તેમજ અમિતાભ બચ્ચન, અક્ષયકુમાર અને અજય દેવગન સહિતના સુપરસ્ટારો સાથે કામ કર્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code