1. Home
  2. ગુજરાતી
  3. રામમંદિરના દુશ્મનોનું ષડયંત્ર, અયોધ્યામાં હુમલાના ષડયંત્રમાં 11 શકમંદોની તલાશમાં એટીએસના દરોડા
રામમંદિરના દુશ્મનોનું ષડયંત્ર, અયોધ્યામાં હુમલાના ષડયંત્રમાં 11 શકમંદોની તલાશમાં એટીએસના દરોડા

રામમંદિરના દુશ્મનોનું ષડયંત્ર, અયોધ્યામાં હુમલાના ષડયંત્રમાં 11 શકમંદોની તલાશમાં એટીએસના દરોડા

0
Social Share

ઔરંગાબાદ: અયોધ્યામાં સુરક્ષાને લઈને એજન્સીઓ એલર્ટ પર છે. ત્યારે યુપી એટીએસએ અયોધ્યામાં આતંકવાદી હુમલાના ષડયંત્રને લઈને મોટો ખુલાસો કર્યો છે. એટીએસનું માનીએ તો અયોધ્યામાં હુમલાની ષડયંત્ર મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રચાય રહ્યું હતું. એટીએસએ આ મામલામાં કેસ નોંધ્યા બાદ ઔરંગાબાદમાં 11 શકમંદોના ઠેકાણાઓ પર દરોડા પાડયા છે. પરંતુ કોઈની ધરપકડ કરી શકાય નથી. આ દરમિયાન ઘણાં ફોન જપ્ત કરવામાં આવ્યા છે. એટીએસએએ હવે આ શકમંદોને લખનૌ મુખ્યમથક પર તલબ કર્યા છે. આ દરમિયાન એટીએસ લખનૌમાં તેમની પૂછપરછ કરશે.

સૂત્રો મુજબ, ઔરંગાબાદમાં અયોધ્યા હુમલાનું ષડયંત્ર રચાય રહ્યું હતું. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા કેટલાક યુવક વિશેષ સમુદાયના લોકોને ભડકાવી રહ્યા હતા. તેમનો ઉદેસ્ય હતો કે મંદિરના લોકાર્પણ પહેલા મોટી ઘટનાને અંજામ આપવાનો. એટીએસને ષડયંત્રની જાણકારી બાદ ટીમ સક્રિય થઈ ગઈ। ષડયંત્રમાં સામેલ મિર્ઝા સૈફ બેગ, અબ્દુલ વાહિદ, યાસિર, ઝિયાઉદ્દીન સિદ્દીકી, થોર ભાન, એસકે ખાલિદ, તાહિર, હબીબ સહીત 11 લોકો વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી. આ દરમિયાન એટીએસને ખબર પડી કે આ તમામ શકમંદો તેમના ઠેકાણાથી ગાયબ થઈ ગયા છે. યુપી એટીએસની ટીમે ઔરંગાબાદ જઈને તેમના ઘર પર દરોડા પાડયા. આ દરમિયાન શકમંદ હાથ લાગ્યા નહીં, પણ ઘણાંના મોબાઈલ ફોન યુપી એટીએસએ જપ્ત કર્યા હતા. એટીએસ પ્રમાણે, તમામ શકમંદો સોશયલ મીડિયા પર સક્રિય હતા. આઈએસના સમર્થનમાં ઔરંગાબાદ નિવાસી એક યુવકે સોશયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ કરી હતી, તેને સૌએ શેયર કરી હતી.

યુપી એટીએસએ અયોધ્યામાં રામમંદિરને લઈને સોશયલ મીડિયાપર ભડકાઉ પોસ્ટ નાખનારા ઝાંસીના ઝિબરાન મકરાનીને બુધવારે એરેસ્ટ કર્યો હતો. આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રીરામજન્મભૂમિ પર રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસ્તાવિત કાર્યક્રમને જોતા એટીએસના સાયબર પેટ્રોલિંગ દરમિયાન ઝિબરાન મકરાનીની આ પોસ્ટ પકડાય હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં અયોધ્યામાં પ્રસ્તાવિત સમારંભને જોતા એટીએસ દ્વારા વિભિન્ન સોશયલ મીડિયા પ્લેટફોર્મ પર સતર્કતાથી નજર રખાય રહી છે. આ સાઈબર પેટ્રોલિંગ દરમિયાન પ્રકાશમાં આવ્યું કે સોશયલ મીડિયા પ્લેટફોર્મ પર આઈડી @jibranMakrani1 દ્વારા વિદ્વેષપૂર્ણ અને ભડકાઉ પોસ્ટ કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code