1. Home
  2. ગુજરાતી
  3. 70-80ના દાયકામાં દર્શકોના દિલમાં રાજ કરનારી રેખાનો આજે જન્મદિવસ, જાણો તેની રિલ અને રિયલ લાઈફ વિશેની કેટલીક ખાસ વાતો
70-80ના દાયકામાં દર્શકોના દિલમાં રાજ કરનારી રેખાનો આજે જન્મદિવસ, જાણો તેની રિલ અને રિયલ લાઈફ વિશેની કેટલીક ખાસ વાતો

70-80ના દાયકામાં દર્શકોના દિલમાં રાજ કરનારી રેખાનો આજે જન્મદિવસ, જાણો તેની રિલ અને રિયલ લાઈફ વિશેની કેટલીક ખાસ વાતો

0
Social Share

મુંબઈઃ બોલિવૂડની એક સમયની ક્વિન ગણાતી અભિનેત્રી રેખાનો આજે 69મો જન્મદિવસ છે,આટલી ઉમરે પણ પોતાની અદાથી દર્શકોના દિલમાં રેખા રાજ કરી રહી છે.70 થી 80ના દાયકામાં બોલિવૂડમાં રેખાનું ખાસ સ્થાન હતુંસદાબહાર અભિનેત્રી રેખા આજે પણ લોકોના દિલ પર રાજ કરે છે.

10 ઓક્ટોબર 1954ના રોજ ચેન્નાઈમાં જન્મેલી રેખાએ માત્ર 15 વર્ષની ઉંમરે 1969માં આવેલી ફિલ્મ ‘અંજાના’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. રેખાએ પોતાની લાંબી કારકિર્દીમાં 180 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. રેખાનું સાચું નામ ભાનુરેખા ગણેશન છે. જોકે, અભિનેત્રીએ બોલિવૂડમાં એન્ટ્રી કર્યા બાદ પોતાનું નામ બદલીને રેખા રાખ્યું હતું.

અભિનેત્રી તેના ભાઈ-બહેનોમાં સૌથી મોટી છે અને તેમની સાથે ખૂબ જ સારી બોન્ડિંગ શેર કરે છે. અભિનેત્રીએ પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. 68 વર્ષની ઉંમરમાં પણ રેખાની સુંદરતામાં કોઈ ઘટાડો થયો નથી. છેલ્લા 4 દાયકાથી ફિલ્મ ઉદ્યોગ પર રાજ કરનાર રેખાએ ઘણા ટોચના બોલિવૂડ કલાકારો સાથે કામ કર્યું છે, જેમાં તેમની સૌથી વધુ પસંદ કરાયેલી જોડી સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હતી.

રેખાએ વર્ષ 1966 માં બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને આજ સુધી તેણે પાછું વળીને જોયું નથી.પોતાની કારકિર્દીમાં રેખાએ 180 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.જોકે, પોતાના અભિનય માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીતનાર આ અભિનેત્રી છેલ્લા ઘણા વર્ષોથી રૂપેરી પડદાથી દૂર છે.

રેખાએ 15 વર્ષની ઉંમરે ફિલ્મ ‘અંજાના’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. અભિનેત્રીની આ ફિલ્મની એક ઘટના આજે પણ યાદ છે, જ્યારે અભિનેત્રીએ પોતાનો પહેલો કિસિંગ સીન આપ્યો હતો અને આ દરમિયાન તે બેહોશ પણ થઈ ગઈ હતી.રેખાની એવરગ્રીન ફિલ્મોમાંથી એક છે 1981માં રિલીઝ થયેલી ‘ઉમરાવ જાન’, જેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. કહેવાય છે કે આ ફિલ્મ માટે રેખાએ ખાસ કરીને ઉર્દૂ ભાષા શીખી હતી. એક તેજસ્વી અભિનેત્રી હોવા ઉપરાંત, રેખા એક ઉત્તમ ગાયિકા પણ છે અને તેના મોટાભાગના ચાહકોને ખબર નથી કે રેખાએ પોતે તેની ફિલ્મ ‘ખૂબસુરત’માં બે ગીતો ગાયા હતા, જે આજે પણ પસંદ કરવામાં આવે છે. એટલું જ નહીં, રેખા અને હેમા માલિની એક સમયે ગાઢ મિત્રો હતા.

રેખાનું અંગત જીવન

રેખાના પિતાએ 4 લગ્ન કર્યા હતા જેનાથઈ રેખા અને પિતાનો સંબંઘ કંઈક ખાસ સારા નહતા અભિનેત્રી બનતા પહેલા રેખાનું જીવન ખૂબ જ મુશ્કેલ હતું.રેખાની માતા પર એટલું દેવું હતું કે,તેને નાની ઉંમરે કામ કરવું પડ્યું.મીડિયા રિપોર્ટ મુજબ રેખા તેના પિતાને નફરત કરતી હતી.તેની પાછળનું કારણ એ હતું કે,તે રેખાને પોતાની દીકરી માનતો ન હતો.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code