1. Home
  2. રાષ્ટ્રીય – National

રાષ્ટ્રીય – National

દક્ષિણ-પૂર્વ એશિયામાં ધમધમી રહ્યા છે આંતરરાષ્ટ્રીય સાયબર સ્કેમ હબ: APG રિપોર્ટમાં ખુલાસો

નવી દિલ્હી, 3 ઓગસ્ટ 2026: વિશ્વભરમાં ચિંતાજનક રીતે વધી રહેલા સાયબર ફ્રોડ અને ઓનલાઈન છેતરપિંડી પાછળ હવે કેવળ છૂટાછવાયા ઓનલાઈન ઠગ નહીં, પરંતુ માનવ તસ્કરી કરનાર મોટા આંતરરાષ્ટ્રીય અપરાધી સંગઠનો સક્રિય હોવાનું બહાર આવ્યું છે. ‘એશિયા-પૅસિફિક ગ્રુપ ઓન મની લોન્ડરિંગ’ (APG) દ્વારા મે 2026માં જાહેર કરવામાં આવેલા એક અત્યંત મહત્વપૂર્ણ અને સનસનાટીભરી રિપોર્ટમાં આ ખુલાસો […]

જાતીય શોષણ કેસમાં બૃજભૂષણ સિંહને કોર્ટમાંથી મળી ક્લિનચિટ

નવી દિલ્હી, 3 ઓગસ્ટ, 2026 – જાતીય શોષણ કેસમાં બૃજભૂષણ સિંહને કોર્ટમાંથી મળી ક્લિનચિટ મળી છે. પ્રારંભિક અહેવાલ અનુસાર દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટ તરફથી ભારતીય કુશ્તી સંઘ (WFI)ના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહને મોટી રાહત મળી છે. મહિલા મહિલા પહેલવાનોના કથિત જાતીય શોષણના કેસમાં WFIના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ અને WFIના પૂર્વ આસિસ્ટન્ટ સેક્રેટરી વિનોદ […]

એર માર્શલ તેજપાલસિંહે ડેપ્યુટી ચીફ ઑફ એર સ્ટાફનો પદભાર સંભાળ્યો

નવી દિલ્હી, 01 ઓગસ્ટ, 2026 – એર માર્શલ તેજપાલ સિંહ AVSM VM એ 01 ઓગસ્ટ, 2026 ના રોજ ડેપ્યુટી ચીફ ઓફ ધ એર સ્ટાફ તરીકેનો પદભાર સંભાળ્યો. આ પ્રસંગે તેમણે નેશનલ વોર મેમોરિયલ ખાતે પુષ્પચક્ર અર્પણ કર્યું હતું અને દેશની સેવામાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા/અવસાન પામેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. 16 જૂન, 1990ના રોજ […]

9 ઑગસ્ટના વિશ્વ મૂળનિવાસી દિવસને ભારત સાથે કોઈ લેવાદેવા નથીઃ જસ્ટિસ (નિવૃત્ત) પ્રકાશ ઉઈકે

અંગ્રેજોના આ અપરાધભાવને દૂર કરવા સંયુક્ત રાષ્ટ્ર (યુએન) દ્વારા વર્ષમાં એક દિવસ મૂળ નિવાસી દિવસની ઉજવણી કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું આ માટેના યુએન ચાર્ટર ઉપર ભારતે સહી કરી નથી [અલકેશ પટેલ] 1 ઑગસ્ટ, 2026 – આખી દુનિયા છેલ્લા ઘણાં વર્ષથી 9 ઑગસ્ટના દિવસે વિશ્વ મૂળનિવાસી દિવસ ઉજવે છે. પરંતુ ભારત માટે આવા દિવસનો કોઈ […]

હમાસના નિશસ્ત્રીકરણ અને ગાઝામાંથી ઇઝરાયેલી સેના પરત ફરવા અંગે ઐતિહાસિક સમજૂતી પર સહમતિ

વાશિંગ્ટન, 1 ઓગસ્ટ 2026: ગાઝા યુદ્ધને પૂર્ણ કરવા માટેના પ્રયાસો વચ્ચે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને કૂટનીતિક ઘટનાક્રમ સામે આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કરતા જણાવ્યું છે કે હમાસના સંપૂર્ણ નિશસ્ત્રીકરણ (શસ્ત્રો સમર્પણ કરવા) અને ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયેલી સેનાની તબક્કાવાર નિવૃત્તિને લઈને એક ઐતિહાસિક સમજૂતી સધાઈ ગઈ છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, તમામ પક્ષો […]

ઈરાનની ઈઝરાયેલ અને અમેરિકાને વિનાશક હુમલાની ચીમકી

તેહરાન, 1 ઓગસ્ટ 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો તણાવ હવે વધુ ખતરનાક વળાંક લઈ રહ્યો છે. ઈરાને કડક ચેતવણી આપતાં કહ્યું છે કે જો તેના પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવશે, તો તે ઈઝરાયેલના મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અમેરિકાની ઊર્જા સુવિધાઓ પર વિનાશક હુમલો કરશે. ઈરાનના સરકારી મીડિયાએ એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીને ટાંકીને અહેવાલ આપ્યો છે […]

અભદ્ર ભાષા બોલનારા કોકરોચોને પીએમ મોદીએ શું કહ્યું? જુઓ Video

નવી દિલ્હી, 1 ઓગસ્ટ, 2026 – કોકરોચોના કથિત વિદ્યાર્થી આંદોલન દરમિયાન વડાપ્રધાન તેમજ તેમનાં સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ અભદ્ર ભાષા બોલનારા કથિત જેન-ઝી સામે એક તરફ દેશમાં ભારે નારાજગી છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ આજે એક ઈન્સ્ટાગ્રામ વીડિયો જારી કરીને આ વિશે મંતવ્ય આપ્યું હતું. NEET પેપર લીકના બહાને દેશને અસ્થિર કરવા માગતા તત્વોએ નવી દિલ્હીના […]

મુખ્ય ન્યાયમૂર્તિ જેના મુખ્ય મહેમાન હતા તે ટાટા ઈન્સ્ટિટ્યૂટનો દિક્ષાંત સમારંભ એકાએક રદ

મુંબઈ, 1 ઓગસ્ટ, 2026: મુખ્ય ન્યાયમૂર્તિ જેના મુખ્ય મહેમાન હતા તે ટાટા ઈન્સ્ટિટ્યૂટનો દિક્ષાંત સમારંભ એકાએક રદ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. મુંબઈ સ્થિત ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ (TISS) એ પોતાનો 86મો પદવીદાન સમારંભ (દિક્ષાંત સમારોહ) અચાનક મુલતવી રાખ્યો છે. આ સમારોહ 2 August ના રોજ યોજાવાનો હતો. રજિસ્ટ્રારે ગુરુવારે અડધી રાત […]

PM મોદીના ડીપફેક વીડિયો મારફતે અશાંતિ ફેલાવવાના પાક.ના કાવતરાનો પર્દાફાશ

નવી દિલ્હી, 1 ઓગસ્ટ 2026: ભારતીય ગુપ્તચર એજન્સીઓ દ્વારા એક અત્યંત ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. એજન્સીઓના જણાવ્યા અનુસાર, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવીને તૈયાર કરાયેલા ડીપફેક વીડિયોની સંખ્યામાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે. આ હાઈ-ટેક પ્રોપાગ્નેડા પાછળનો મુખ્ય હેતુ દેશના યુવાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને ઉશ્કેરીને ફરીથી આંદોલનના માર્ગે વાળવાનો છે. સૂત્રોના મતે, […]

કુલગામમાં ટાર્ગેટ કિલીંગઃ આતંકીઓએ બે શ્રમિકોના નામ પૂછીને ગોળી મારી કરી હત્યા

શ્રીનગર, 1 ઓગસ્ટ 2028: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓએ ફરી એકવાર બિન-સ્થાનિક શ્રમિકોને નિશાન બનાવીને ભય ફેલાવવાની કાયરતાપૂર્ણ હરકત કરી છે. કેલ્લામ વિસ્તારમાં આવેલા એક ઈંટ-ભઠ્ઠા પર કામ કરી રહેલા છત્તીસગઢના બે હિન્દુ શ્રમિકોની આતંકીઓએ ઓળખ પૂછીને નિર્દયતાથી ગોળી મારી હતી. આ હ્રદયદ્રાવક ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને સુરક્ષાદળો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code