Homeગુજરાતીઅનેક રાજ્યોમાં વરસાદની સંભાવનાઃ- હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું

અનેક રાજ્યોમાં વરસાદની સંભાવનાઃ- હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું

  • વરસાદ બગાડશે દિવાળીના પ્રવની મજા
  • અનેક રાજ્યોમાં વપસાદની સંભાવના

દિલ્હીઃ- ચાલુ વર્ષ દરમિયાન વરસાદનો દોર લાંબો રહ્યો છે દેશમાં હવે દિવાળીના પ્રવને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે દેશના ઘણા રાજ્યોમાં વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે,આ પહેલા પણ અનેક રાજ્યોમાં છૂટો છવાયો વરસાદ પડી ચૂક્યો છે તો પહાડી વિસ્તારો ,દિલ્હી અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં પણ ભરે વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે હવે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પાછું ખેંચવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે અને તે આવતા સપ્તાહ સુધીમાં ઘણા રાજ્યોમાંથી પરત ફરશે.

ભારતીય હવામાન વિભાગએ જણાવ્યું છે કે આજે પશ્ચિમ હિમાલય, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, ગુજરાત અને મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળના મોટાભાગના વિસ્તારોમાં હવામાન રુસ્ક રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, તેલંગાણા, કર્ણાટક, રાયલસીમા, તમિલનાડુના ભાગો, કેરળ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં છૂટાછવાયા ભારે ધોધ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દરિયાકાંઠાના ઓડિશા અને દક્ષિણ છત્તીસગઢમાં એભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

આ સાથે જ  ઓડિશા, વિદર્ભના ભાગો, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, લક્ષદ્વીપ, આસામના ભાગો, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મણિપુરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઉત્તર છત્તીસગઢ, ગંગાના પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં એક કે બે સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે.આ સાથે જ સોમવારથી ભારે વરસાદને કારણે ઉત્તરપૂર્વીય રાજ્ય હાલમાં પૂરના ત્રીજી પારીનો સામનો કરી રહ્યું છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular