1. Home
  2. ગુજરાતી
  3. ફિલ્મ ‘ટાઈગર 3’ માટે ઈમરાન હાશ્મી સલ્લુ ભાઈને ટક્કર આપવા બનાવી રહ્યા છે શાનદાર બોડી, સોશિયલ મીડિયા પર આર્મ્સ ફ્લોન્ટ કરતો ફોટો શેર કર્યો
ફિલ્મ ‘ટાઈગર 3’ માટે ઈમરાન હાશ્મી સલ્લુ ભાઈને ટક્કર આપવા બનાવી રહ્યા છે શાનદાર બોડી, સોશિયલ મીડિયા પર આર્મ્સ ફ્લોન્ટ કરતો ફોટો શેર કર્યો

ફિલ્મ ‘ટાઈગર 3’ માટે ઈમરાન હાશ્મી સલ્લુ ભાઈને ટક્કર આપવા બનાવી રહ્યા છે શાનદાર બોડી, સોશિયલ મીડિયા પર આર્મ્સ ફ્લોન્ટ કરતો ફોટો શેર કર્યો

0
Social Share
  • ઈમરાન હાશ્મી ટાઈગર 3 ની તૈયારીમાં
  • વિલનના રોલમાં સલમાન ખાન સામે જોવા મળશે
  • ફિલ્મ માટે બનાવી રહ્યા છે શાનદાર બોડી

મુંબઈઃ અનેક બોલિવૂડ સ્ટાર્સ ફિલ્મોમાં પોતાના પાત્રોને મજબૂત બનાવવા માટે સખત મહેનત કરતા જોવા મળે છે. કેટલાક તેમના સ્ટાર્સ ફિલ્મમાં પોતાના રોલ માટે વજન વધારી રહ્યા છે, જ્યારે કેટલાક વજન ઘટાડતા જોવા મળે છે. તો વળી કેટલાક સ્ટાર્સ પોતાનો વેઈટ મેન્ટેઈન કરતા જનરે પડે છએ. ત્યારે હવે બોલિવૂડ સ્ટાર ઈમરાન હાશ્મી ફિલ્મ ‘ટાઈગર 3’ માટે જબરજસ્ત તૈયારી કરતા નજરે પડ્યા છે.

બોલિવૂડની સિરિયલ કિસર તરીકે પ્રખ્યાત ઇમરાન હાશ્મી પણ આજકાલ આવી જ બોડી બનાવવામાં વ્યસ્ત જોવા મળે છે. ઇમરાન ટાઇગર 3 માં સલમાન ખાનની સામે ખલનાયકની ભૂમિકામાં જોવા મળશે.તે માટે હવે સલ્લુ ભાઈને ટક્કર આપવા પોતાની ફીટનેસ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે.

ટાઈગર ફિલ્મમાં સલમાન ખાન સાથે ઈમરાન હાશ્મી પંગો લેતા જોવા મળશે, જબરદસ્ત શરીર બનાવી રહ્યો છે. રવિવારે, જેના માટે તેઓ પોતાની ફીટનેસ પર ધ્યાન આપી રહ્યા છે, ઇમરાન હાશ્મીએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો હતો જેમાં તે ફોટોમાં તેઓ તેમના હાથ લહેરાવતા જોવા મળ્યા  છે. આ  ફોટોના કેપ્શનમાં તેમણે લખ્યું, ‘બસ એક બીજો આર્મ્સ ડે’. તેમનું આ ફિજીકલ પરિવર્તન જોઈને ચાહકો દિવાના થયા છે.

ઈમરાનનીન આ પોસ્ટ પર એનેક કોમેન્ટ્સ આવી રહી છે,ઘણા લોકો તેમના આ ફોટોને લાઈક કરી રહ્યા છે,ઉલ્લેખનીય છે કે ,ઇમરાન હાશ્મી આ પહેલા પણ પોતાનો એક આવો જ  ફોટો શેર કરી ચૂક્યા છે. આ તસવીરમાં, તે તેના એબ્સને ફ્લોન્ટ કરતો જોવા  રહ્યો હતો, જો અરિપોર્ટની વાત માનીએ તો ઇમરાન ફિલ્મમાં ISI ની ભૂમિકામાં જોવા મળશે. આ સાથે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સ આ પાત્રને એકદમ અદભૂત બનાવવા માંગે છે કારણ કે ફિલ્મમાં તેની ટક્કર સલમાન સાથે  છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code