1. Home
  2. ગુજરાતી
  3. બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનોતની ફિલ્મ ‘ધાકડ’ આ તારીખે થશે રિલીઝ
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનોતની ફિલ્મ ‘ધાકડ’ આ તારીખે થશે રિલીઝ

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનોતની ફિલ્મ ‘ધાકડ’ આ તારીખે થશે રિલીઝ

0
  • કંગનાએ ‘ધાકડ’નું પોસ્ટર કર્યું શેર
  • આ વર્ષે થિયેટરર્સમાં જોઈ શકાશે ફિલ્મ
  • કંગના જાસુસની ભૂમિકા નિભાવતી જોવા મળશે

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનોતની આગામી ફિલ્મ ‘ધાકડ’ની રીલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. આ મૂવી આ વર્ષે થિયેટરોમાં રિલીઝ થશે. કંગનાએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી છે. આ સાથે એક નવું પોસ્ટર પણ શેર કર્યું છે,જેમાં તે ખૂબ જ ઇંટેસ લુકમાં જોવા મળી રહી છે.

કંગનાએ પોસ્ટર શેર કરતાં લખ્યું હતું કે,’તે નિડર અને ઉગ્ર છે ! તે એજન્ટ અગ્નિ છે. 1 ઓક્ટોબર 2021 ના રોજ થિયેટરોમાં રીલીઝ થશે ભારતની પહેલી મહિલા એક્શન થ્રિલર ફિલ્મ ધાકડ ! કંગના ફિલ્મ ‘ધાકડ’માં જાસુસની ભૂમિકા નિભાવી રહી છે.

ફિલ્મના નિર્માતા સોહેલ મલકાઇ અને દિપક મુકુટ છે અને ડાયરેક્ટર રજનીશ ઘઈ છે. આ ફિલ્મમાં મુખ્ય કલાકાર કંગના રનોત, અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા છે.

‘ધાકડ’ ટીઝરમાં કંગના એક્શન અવતારમાં નજરે પડે છે. મશીન ગન ચલાવતા અને ચહેરા પર ઘાને કારણે કંગનાનો આ લૂક એકદમ અલગ છે. 45 સેકન્ડના આ ટીઝરમાં કંગના બિલકુલ નિડર, લોહીથી લથબથ અને બંદૂકથી અંધાધૂંધ ગોળીબાર કરતી જોવા મળી રહી છે.

આ ફિલ્મ ઉપરાંત કંગના તેજસમાં પણ જોવા મળશે. જેનું નિર્માણ સર્વેશ મેવાડાએ કર્યું છે.જેમાં ભારતીય સેના પ્રત્યે આભાર પ્રગટ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ એપ્રિલ 2021 માં રીલીઝ થશે. આ સાથે જ તે તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત જયલલિતાની બાયોપિક ‘થલાઇવી’ માં પણ જોવા મળશે.

-દેવાંશી

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code