Homeગુજરાતીખોરાકકિચન ટિપ્સઃ- રોજામાં ઈન્સ્ટન્ટ કઈ બનાવું છે તો જોઈલો સિમ્પલ બટાકા વડા...

કિચન ટિપ્સઃ- રોજામાં ઈન્સ્ટન્ટ કઈ બનાવું છે તો જોઈલો સિમ્પલ બટાકા વડા બનાવાની આ રીત

સાહીન મુલતાનીઃ-

  • બટાકાવડા જે ખાવામાં ખૂબ ટેસ્ટિ હોય છે
  • ઘરની બેઝિક સામગ્રીમાં બની જાય છે

હાલ રમઝાન ચાલી રહ્યો છે  રોજાના ટાઈમે કંઈક ઝડપી બને તેવું આપણે ઈચ્છતા હોયઈ છીએ એમા પણ જો ભજીયા વડા કે પકોડા મળી જાય તો રોજામાં ટેસ્ટ આવી જાય, જો બટાકા વડા ખાવાના હોય તો સરસ મજાની મજા આવી જાય છે તો ચાલો જોઈએ તદ્દન સીધી સરળ રીતે બટાકા વડા કઈ રીતે બને છે.

સામગ્રી

  • બટાકા – 6 નંગ (બાફીને ક્રશ કરેલા)
  • સ્વાદ પ્રમાણે – મીઠું
  • 3 ચમચી – તીખા લીલા મચરાની પેસ્ટ
  • 2 ચમચી -તલ
  • અડઘો કપ – મોરા શીંગદાણાનો ભૂકો
  • અડધો કપ-સૂકા કોપરાની છીણ
  • 1 ચમચી – લીબુંનો રસ
  • જરુર પ્રમાણે લીલા ઘણા
  • બેસન – ખીરુ બનાવવા માટે
  • તળવા માટે તેલ

બટાકા વડા બનાવવાની રીત

  • સૌ પ્રથમ  એક મોટા વાસણમાં ક્રશ કરેલા બટાકા લઈલો
  • હવે એક નાના વઘારીયામાં તેલ ગરમ કરીને તેમાં લીલા મરચાની પેસ્ટ સાંતળીલો
  • હવે ક્રશ કરેલા બટાકામાં સાંતળેલી લીલા મરચાની પેસ્ટ એડ કરો.
  • હવે આ ક્રશકરેલા બટાકાના માવામાં જરુર પ્રમાણે હરદળ, મીઠું, તલ,લીબુંનો રસ, કોપરાની છીણ અને લીલા ઘણા એડ કરીને હાથ વડે બરાબર મિક્સ કરીલો
  • હવે આ મિશ્રણમાંથી એક સરખા નાના નાના બટાકાવડા તૈયાર કરીલો
  • હવે એક તપેલીમાં બેસન લઈ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને જરુર પ્રમાણે પાણી નાખી ઘટ્ટ ખીરું તૈયાર કરવું,
  • હવે એક ચમચી ગરમપાણીમાં 2 ચપટી સાડોખાર લઈ ઓગાળીને તે બેસનના ખીરામાં એડ કરીલો હવે ખીરુ બરાબર મિક્સ કરીલો
  • હવે એક કઢાઈમાં તેલ લઈને ગેસ પર ગરમ કરવા રાખી દો,
  • હવે આ તૈયાર કરેલા વડાને આ બેસનના ખીરામાં બોળીને તેલમાં બ્રાઉન થાય ત્યા સુધી તળી લેવા, તૈયાર છે ગરમા ગરમ બટાકા વડા જેને તમે ટામેટા સોસ ગ્રીન ચટણી કે કોકમ ગોળની ચટણી સાથે સર્વ કરી શકો છો.
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular