Homeગુજરાતીદેશ-વિદેશભારત સહિત 47 દેશોના નાગરિકોનો યુદ્ધમાં ઉપયોગ કરી રહ્યું છે રશિયા: ઝેલેન્સકી

ભારત સહિત 47 દેશોના નાગરિકોનો યુદ્ધમાં ઉપયોગ કરી રહ્યું છે રશિયા: ઝેલેન્સકી

ન્યુ યોર્ક, 24 સપ્ટેમ્બર 2026: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતી વખતે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદોમિર ઝેલેન્સકીએ રશિયા પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે રશિયા ભારત સહિત 47 દેશોના નાગરિકોનો ઉપયોગ યુક્રેન સામેના યુદ્ધમાં કરી રહ્યું છે. ઝેલેન્સકીએ ભારત અને અન્ય સંબંધિત દેશોની સરકારોને પોતાના નાગરિકોની સુરક્ષા કરવા અને તેમને યુદ્ધના મોરચે પહોંચતા અટકાવવા માટે તાકીદની અપીલ કરી છે.

ઝેલેન્સકીએ પોતાના સંબોધનમાં ભારત, નેપાળ, ઘાના, તાજિકિસ્તાન, યમન, કેન્યા, ઝિમ્બાબ્વે, ક્યુબા, બેલારુસ, સુદાન અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોના નામોનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ દેશોના નાગરિકોને કથિત રીતે લાલચ, ધોખાધડી અને ચાલાકીથી રશિયા લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેઓ યુદ્ધના મેદાનમાં માર્યા જઈ રહ્યા છે. તેમણે તમામ દેશોના પ્રતિનિધિઓને સીધી વિનંતી કરી કે તેઓ પોતાના નાગરિકોની કાળજી લે અને તેમને રશિયાના આ કાવતરાનો ભોગ બનતા અટકાવે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો ઉલ્લેખ કરતા ઝેલેન્સકીએ ચેતવણી આપી હતી કે કોઈ પણ દેશે પોતાના નાગરિકોને પુતિનના આ યુદ્ધમાં ઘસડાવા દેવા જોઈએ નહીં. તેમણે ઉમેર્યું કે રશિયાની યુદ્ધ લડવાની ક્ષમતા અને નાણાકીય સ્ત્રોતો પર કાપ મુકવો જરૂરી છે. જે દેશો રશિયા સાથે વેપાર કરીને તેને વધુ નાણાં પૂરા પાડે છે, તેઓ અજાણતા જ આ યુદ્ધને વધુ લાંબુ ખેંચવામાં મદદ કરી રહ્યા છે.

  • રશિયા પર આર્થિક પ્રતિબંધો વધારવા માંગ

ઝેલેન્સકીએ રશિયા પર આર્થિક દબાણ વધારવાની પણ જોરદાર અપીલ કરી હતી. તેમણે કહ્યું કે રશિયાની આવકના સ્ત્રોતો મર્યાદિત કરવાથી તેની યુદ્ધ ચાલુ રાખવાની શક્તિ ઘટી જશે. અમેરિકા દ્વારા રશિયા પર લાદવામાં આવેલા નવા પ્રતિબંધોનો હવાલો આપતાં તેમણે અન્ય દેશોને પણ આવા જ પગલાં ભરવા વિનંતી કરી હતી.

પોતાના વક્તવ્યમાં ઝેલેન્સકીએ માત્ર નાગરિકોના ઉપયોગના આરોપ પૂરતો જ ભારતનો ઉલ્લેખ નહોતો કર્યો, પરંતુ કાળા સમુદ્ર (Black Sea)માં તણાવ ઘટાડવાના પ્રયાસોમાં ભારતની સકારાત્મક ભૂમિકાની પણ સરાહના કરી હતી. તેમણે જણાવ્યું કે ભારત, ઇજિપ્ત અને તુર્કીયે કાળા સમુદ્રમાં સુરક્ષિત વ્યાપારી જહાજોની અવરજવર પુનઃસ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ પ્રસ્તાવો મૂક્યા છે. યુક્રેન દરિયાઈ યુદ્ધવિરામનું સમર્થન કરવા તૈયાર છે અને હવે રશિયાના જવાબની રાહ જોઈ રહ્યું છે.

  • શિયાળા પહેલા યુક્રેન સામે હવાઈ સુરક્ષાનો પડકાર

આગામી શિયાળાની ઋતુ યુક્રેન માટે અત્યંત મુશ્કેલ બની શકે છે તેવી આશંકા વ્યક્ત કરતા ઝેલેન્સકીએ રશિયાના મિસાઈલ અને ડ્રોન હુમલાઓ સામે દેશની એર ડિફેન્સ સિસ્ટમ મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે માહિતી આપી હતી કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની બેઠકમાં યુક્રેનની હવાઈ સુરક્ષા અને પેટ્રિયોટ મિસાઈલોના ઉત્પાદનને મજબૂત કરવા અંગે ચર્ચા થઈ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular