1. Home
  2. Tag "Gujarati Sama char"

બગોદરા- વટામણ હાઈવે પર ટેન્કરમાંથી જ્વલનશીલ કેમિકલની ચોરીનું કૌભાંડ પકડાયું

અમદાવાદ, 22 જુન, 2026 : Scam of theft of flammable chemicals from tanker બગોદરા-વટામણ હાઈવે પર આવેલી એક હોટલના કમ્પાઉન્ડમાં ટેન્કર ઊભુ રાખીને ટેન્કરમાંથી અત્યંત જ્વલંનશીલ કેમિકલ ચોરીને ડ્રમમાં ભરવામાં આવતું હતું. આ અંગેની બાતમી મળતા અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે મેમર ગામની સીમમાં આવેલી એક હોટલના કમ્પાઉન્ડમાં મોડી રાત્રે દરોડો પાડીને કેમિકલ […]

અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર મીની બસ પલટી જતા એકનું મોત, 15ને ઈજા

અમદાવાદ, 22 જુન, 2026 : One killed as mini bus overturns ભાવનગર-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર ખાનગી મીની બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી ખાઈને રોડ સાઈડના ખાડામાં ગબડી પડી હતી. આ અકસ્માતમાં મીની બસમાં પ્રવાસ કરી રહેલા એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ જ્યારે 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઈવે […]

નારોલ-અસલાલી હાઈવે પર ઊભેલા પાર્સલ વાહન પાછળ બાઈક અથડાતા એકનું મોત

અમદાવાદ, 22 જુન, 2026 : One killed after bike hits parked parcel vehicle શહેરના નારોલ-અસલાલી હાઇવે પર જીઈબી (GEB) નજીક રોડ સાઇડમાં ઊભેલી ડાક પાર્સલના વાહનની પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલું બાઈક ધડાકાભેર અથડાતા બાઈક પર સવાર ત્રણ વ્યક્તિઓમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે […]

સુરતના પાંડેસરા વિસ્તારમાં રોડ પર પડેલા ભૂવામાં સિટી બસ ખાબકતા 7 પ્રવાસી ઘવાયા

સુરત, 22 જુન, 2026 :  City bus falls into mud on road શહેરમાં સામાન્ય વરસાદમાં રોડ પર ભૂવા પડવાનો સિલસિલો ચાલુ થયો છે. ત્યારે શહેરના પાંડેસરાના ગણેશનગર વિસ્તારમાં રસ્તાની વચ્ચોવચ્ચ પડેલા મસમોટા ભુવામાં સિટી બસ ખાબકતાં સાત મુસાફરો ઘાયલ થયા હતા. વરસાદી પાણીના કારણે ભુવો નજરે ન પડતાં આ અકસ્માત સર્જાયો હતો. સ્માર્ટ સિટી તરીકે […]

સાવરકુંડલા યાર્ડમાં 20 કિલો કપાસના ભાવ રૂપિયા 2036 ઉપજતા ખેડૂતોને રાહત

અમરેલી, 22 જુન, 2026 : Price of 20 kg cotton reaches Rs 2036 જિલ્લાના સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં શ્વેત સોના એટલે કે કપાસના ભાવમાં જોરદાર ઉછાળો નોંધાયો છે. વૈશ્વિક બજારની અસ્થિરતા અને સ્થાનિક સ્તરે સીસીઆઈ (CCI) ની ખરીદી બાદ સર્જાયેલી અછતને કારણે કપાસનો ભાવ પ્રતિ 20 કિલોએ 2036 રૂપિયા સુધી પહોંચી ગયો છે, જેને પગલે ખેડૂત […]

ધંધુકા નજીક હાઈવે પર નર્મદા કેનાલ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો

ધંધુકા, 22 જુન, 2026 : An accident occurred between two cars રાજ્યમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ ધંધુકા નજીક હાઈવે પર બે કાર વચ્ચે સર્જાયો હતો. જો કે સદનસિબે આ અકસ્માતના બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. અર્ટિગા અને બ્રેઝા કારને અકસ્માતમાં નુકસાન થયું છે. આ અકસ્માતમાં ત્રણ પ્રવાસીઓને […]

ગીર સોમનાથ જિલ્લાના હીરણ ડેમ-2માં માત્ર 19.45 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ

વેરાવળ, 22 જુન, 2026 : Only 19.45 percent water available in Hiran Dam-2 ગુજરાતમાં 15મી જુનથી ચોમાસાનું વિધિવત આગમન થઈ જતું હોય છે. પણ આ વખતે અલ નીનોની સંભવિત અસરને કારણે ચોમાસામાં વિલંબ થયો છે. બીજી બાજુ સૌરાષ્ટ્રના અનેક જળાશયોમાં પાણીની સપાટી ઘટવા લાગી છે. ગીર સોમનાથના હીરણ-2 ડેમમાં માત્ર 19.45 ટકા જ પાણીનો જથ્થો […]

કચ્છ જિલ્લામાં સરકારી જમીનો પરના દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન

ભૂજ, 22 જુન, 2026 : Mega demolition રાજ્યનો સૌથી મોટા ગણાતા કચ્છ જિલ્લામાં સરકારી જમીનો પર આડેધડ દબાણોની ફરિયાદો ઊઠ્યા બાદ દબાણો દુર કરવા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ વિભાગ, સંબંધિત પ્રાંત અધિકારીઓ અને વિવિધ તાલુકાના મામલતદારોની સંયુક્ત ટીમોએ સાથે મળીને દબાણ હટાવવાની સઘન કામગીરી હાથ ધરી હતી. આ સંયુક્ત કાર્યવાહીના અંતે વહીવટી […]

વઢવાણના મોતી ચોકમાં છેલ્લા 10 મહિનાથી પાઈપો ન હટાવાતા લોકોને મુશ્કેલી

વઢવાણ, 22 જુન, 2026 : People are facing problems as pipes have not been removed સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વઢવાણના મોતી ચોક વિસ્તારમાં ડ્રેનેજના કામ માટે સિમેન્ટની મોટી પાઈપો છેલ્લા 10 મહિનાથી બિન વારસી હાલતમાં છોડી દેવામાં આવી છે.  સ્થાનિક રહીશોના ઘરના દરવાજાની સામે આ પાઇપોનો ખડકલો કરી દેવાતા 10 મહિનાથી લોકોને પરેશાની ભોગવી રહ્યા […]

ડભોઈમાં પૂર ઝડપે ઈકોકાર તળાવમાં ખાબકી, સ્થાનિક લોકોને ચાલકનો જીવ બચાવ્યો

વડોદરા, 22 જુન, 2026 : Ecocar plunges into lake at full speed જિલ્લાના ડભોઇમાં સહયોગ શાકમાર્કેટ પાસે તળાવ રોડ પર પૂરપાટ ઝડપે ઈકોકારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ઈકોકાર તળાવમાં ખાબકી હતી. જોકે, સ્થાનિકોની સતર્કતા અને સમયસરની કાર્યવાહીને કારણે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. આ બનાવની વિગત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code