1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ધંધુકા નજીક હાઈવે પર નર્મદા કેનાલ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો
ધંધુકા નજીક હાઈવે પર નર્મદા કેનાલ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો

ધંધુકા નજીક હાઈવે પર નર્મદા કેનાલ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો

0
Social Share

ધંધુકા, 22 જુન, 2026 : An accident occurred between two cars રાજ્યમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ ધંધુકા નજીક હાઈવે પર બે કાર વચ્ચે સર્જાયો હતો. જો કે સદનસિબે આ અકસ્માતના બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. અર્ટિગા અને બ્રેઝા કારને અકસ્માતમાં નુકસાન થયું છે. આ અકસ્માતમાં ત્રણ પ્રવાસીઓને ઈજા થતાં સારવાર માટે ધંધુકાની આર.એમ.એસ. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે,  ધંધુકા-અમદાવાદ સ્ટેટ હાઈવે પર નર્મદા કેનાલ નજીક બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. પ્રાથમિક માહિતી મુજબ, બ્રેઝા કાર અને અર્ટિગા કાર વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માત સમયે બ્રેઝા કાર અમદાવાદ તરફ જઈ રહી હતી, જ્યારે અર્ટિગા કારમાં સવાર આઠ લોકો ગાંધીનગર નજીકના ઉનાવા ગામ તરફ જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં અર્ટિગા કારમાં સવાર આઠ પૈકી ત્રણ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી.

 ઘટનાની જાણ થતાં જ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ધંધુકાની આર.એમ.એસ. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમની સારવાર ચાલી રહી છે. અકસ્માતને કારણે ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે આ ઘટનાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બંને વાહનોને નોંધપાત્ર નુકસાન થયું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code